Jigar Watch

Jigar Watch Jigar Watch

Shweta_Bridal_Mahendi_ArtistMumbai Maharashtra
13/07/2022

Shweta_Bridal_Mahendi_Artist

Mumbai Maharashtra

17/05/2020

કુલા
******
પાંજો જ ધાર્યો થીએ
ઍડો઼ ધારીજે કુલા ?

ધ્રા વે ડુબે જો ત ધરિયે
વાણ તારીજે કુલા?

ન ખાઈ સગોં ન ખારાઈ
ત વડો઼ લડુ વારીજે કુલા?

રાત આંધારી, થાન પુજે
મૉર ડીઓ ઠારીજે કુલા?

સિરનામોં જેંજો બરતરા
ઉ પ્રસંગ સંભારીજે કુલા?

તોકે વલો તીં સૌ કે વલો,
કૉ જીવકે ડપજારીજે કુલા ?

પાંજો ખાઈ પાંકે ડાડી઼એં
ઍડા઼ કુતા પારીજે કુલા ?

17/05/2020

🔹 ભરણૂ ત પોંધો જ 🔹

ખયોઆય લેણૂ ઇતાં,ભરણૂ ત પોંધો જ
ખપે ઇતે વિંઞો ઘરેં ,વરણૂ ત પોંધો જ

કિતરા ડીં ખેંધા રધી, ગૂગરી નેં બાફલો
ખેંણી માંની તાં અટો , ડરણૂ ત પોંધો જ

ખપે એડા સીંગૂ વો,નઈં મૂડધો રૅ ઘરમેં
ધફન થીણૂ પોંધો કાં,બરણૂ ત પોંધો જ

સિજ‌ભનીં ઉગા ત,મં ગાલ હી વિસરજા
સાઓ ડીંધે ડીંધે ને,ઢરણૂ ત પોંધો જ

સામલી કંઘીતે, વેં સજણઆંજા'કસભી
મિલેજી તલભ વે,તાં તરણૂ તપોંધો જ

- હરેશ દરજી ' કસભી '
નલિયા - ક્ચ્છ

17/05/2020

🔹 નિકર્યા...

ધારણા કનાં નૂં નિપટ, ધાર નિકર્યા
સમજણ કનાં નૂં ગચ,બાર નિકર્યા

અઠ ડીં સુણધે,ન સમજ્યા કથા કે
જિરા ન ઇનીં વટા કીં, સાર નિકર્યા

વિડી બેંસે‌વિઠા વા ,ને પુગાસીં અસીં
ઉનીંજા અસાં મિંજા , ખાર નિકર્યા

ન વેઆ કડેં કેંજે, મરણ સધરી મેં
ઈ મોઆ તડેંજિણાં મડ,ચાર નિકર્યા

માડૂ હૂંધે જીવ્યા,સાવ ચૉપેં નૂં નિપાટ
'કસભી'ધુનીયાં મથે ઈ, ભાર નિકર્યા
હરેશ દરજી 'કસભી' ‌ નલીયા કચ્છ

17/05/2020

🔹. ઈ. આંઉ હોસેં

લૅરી લૅરસેં કેઓં,લાંણ ઈ આંઉ હોસેં
ખોટેં‌મેં ખુટલાઈ જી,ખાંણ ઇઆંઉ હોસેં

શ્રવણ ભનીં સેવા કિઈ,અંધેં મા ને પે જી
દસરથજો સબધવેધી,બાંણઈ આંઉ હોસેં

ન પુછા કિઈ રાજા હૂંધે, કડેં સૂદામા જી
ઘરેં કિઈ ખમેજી ‌,તાંણ ઈ આંઉ હોસેં

આંઉજ ખણી વ્યોસેં,રાવણભનીંસીતાકે
લિછમણ હથાંલીંગે જી આંણ ઈ આંઉ હોસે

મથે વાર ઇતરા પાપ,કેઆ ભનીં જેસલ
તોરલ ભનીંનેં તાર્યો,વાંણઈ આંઉ હોસેં

જોગીદાસથૈ મંઢ્યો,રાજ સામૂ બારવટો
કસભી'ડુખ મેં વ્યોસેં કાંણ ઈ આંઉ હોસેં

હરેશ દરજી 'કસભી'
‌ ‌ નલીયા કચ્છ

17/05/2020

🔹 ડિઈને.....

જટે વેઆ ખિલ મિડે,ઉચકાર ડિઈનેં
ધિલમેં ધરધજા કૈ, ધબકાર ડિઈનેં

ખબર હૂંધેઅસીં હિતે,આજકોંતાઅંધારે
લિકી રેઆ જિરાખન,ચમકાર ડિઈનેં

તરાપે સેં તરીને, ઉ આરે પુજી વેઆ
ટુટલ નાવ અસાંકે,મજધાર ડિઈનેં

વૅર વિખ પતાયલા,વેરાયા વા ઇનીંકે
ઈજ ઉભા‌થિઈ વેઆ,તકરાર ડિઈનેં

જમાર જા વિછોડા,ડિનોં ઈનીં'કસભી'
મિલણજો સુખ ફકત,પલવાર ડિઈનેં

હરેશ દરજી 'કસભી'
નલીયા કચ્છ

17/05/2020

🔹કડેંતા

રુઠઈ કિસમત ડીંધી,યારી કડેંતા
વીધાતા પ ડીંધી પાંકે,વારી કડેંતા

ડેવ પીર ધારેનેં,પૂજ્યા ઐં પાંયણા
હી ઠલી જૉલી થીંધી,ભારી કડેંતા

આડે નઆડે તાંય,પીપ્યો હી જિંધગી
મધ જેડી મિઠી થીંધી,ખારી કડેંતા

ઉધડઈ હેમથ ઈ, નાંય કીં ‌ ફાટઈ
સૂઈ કૉ સેભા ડીંધો, મારી કડેંતા

ત કુરો થ્યો'કસભી',જાંપામિડે ભંધ ઐં
ખુલધી જ નિકી કોક, બારી કડેંતા

🔸હરેશ દરજી 'કસભી'
નલીયા કચ્છ

17/05/2020

🔹 મૉડો ક વૅલો

ઉપકાર કંધા સે ચોંધા, મૉડો ક વૅલો
અધૂરા ઉફરકી પોંધા,‌ મૉડો ક વૅલો

ભલેં મિંજ ભરલ ,જલ ગંગા જિમના
તિડ વારા મટ વોંધા, મૉડો ક‌ વૅલો

ગોં ડિનોં ડૂજણીં,પિંઢજી આંકે‌ જુકો સે
ગુરધા મખણ જા લોંધા, મૉડો ક વૅલો

પેટજા હલકા તેંકે, ગાલ કેઆં ઘર જી
વજંધા ઢોલ જીંય, રોંધા મૉડો ક વૅલો

નેપેં હેકલ સૂરીયા, સે ન‌ સાંસાઈંધા
હણધા 'કસભી' ગોંધા, મૉડો ક વૅલો

🔸હરેશ દરજી 'કસભી'
‌ નલીયા કચ્છ

17/05/2020

*ત ડીજ*
------------
*ડિઈ કરે હડ઼ હડ઼ થીણૂ વે ત ડીજ*
*વરી જાતો ક જડ઼ થીણૂ વે ત ડીજ*

*ખપે ઇતરી જેણા જલે સભર કનેં*
*નુગરેં હથા તડ઼તડ઼ થીણૂ વે ત ડીજ*

*ફસી, ડયા નેં લોભ લાલચ મેં..*
*ભરી મિંજા નૂં હડ઼ થીણૂ વે ત ડીજ*

*ગરજ ટાણે હથપગ જૂડ઼ીંધા, ઉનીંજા*
*ખાઇ ખલા કુતેંજે વડ઼ થીણૂ વે ત ડીજ*

*ખિલધે ભુલી વ્યા કૈંક ખિલમુખા જાની*
*વેવાર જે જાંપે જડ઼ થીણૂ વે ત ડીજ*

✍✍✍✍
*નેણશી ભાનુશાલી*
*'જાની'*

17/05/2020

*✍ખમી ખા*✍

*થીંધી તૉજી પણ પડ઼તાલ ખમી ખા*
*મ કર આડી અવરી ચાલ ખમી ખા*

*બ્યા મિણે પુજ઼ી વ્યા, તું જ રિઇ વે!!*
*ઈ ખોટા કઢી વિજ ખ્યાલ ખમી ખા*

*સત જો સરવાડ઼ે, નીથ મથે આધાર*
*નીથભધ, ન થીંધી ન્યાલ ખમી ખા*

*કરણી તેડ઼ી ભરણી સનાતન સચી ગ઼ાલ*
*ત થીંધો તૉજો પણ ઈ તાલ ખમી ખા*

*કુધરત નૂં અગ઼િયા વિઞી કીં જીતા જે જંગ?*
*'જાની' જાધ રખજ ઈ ગ઼ાલ ખમી ખા*

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
*નેણશીં ભાનુશાલી*
*✍✍જાની*

17/05/2020

કિતે પણ જડેં માણસાઈ ધુખેતી,
ધુખેંતા ભલા ને ભલાઈ ધુખેતી.

જડેં કૂડ઼ ભીરી સચાઈ ધુખેતી,
તડેં સત ભવેંજી સગાઈ ધુખેતી.

જિરા માલ સામાન ધુખધો ત હલધો,
હિતે આયખેજી કમાઈ ધુખેતી.

કુટમમેં જડેં વેર વાંધા હુવેંતા,
ધુખે વારસો, વારસાઈ ધુખેતી.

ડુકારી હવાસેં લગી આગ તેંમેં,
ધુખેતો તરા ને તરાઈ ધુખેતી.

અને આગ આડી હલેતી ત સમજો,
ઉતે કોકજી ખોંચરાઈ ધુખેતી.

ડિસો, 'પુષ્પ ' ભોરા ભનીંને ફિરેંતા,
રખે, અજ ઇનીંજી લુચાઈ ધુખેતી.

--- પબુ ગઢવી 'પુષ્પ '

17/05/2020

ખિલી ગિન !

પખીડા ઉડૅતા , વલા તું ખિલી ગિન !
ખિલીને ધરા કે ,મિઠા તું મિલી ગિન !

ખિલેં તો , સુઠો તું લગ઼ેં તો મિણી કે,
પિરભ હી ખિલેજો , ઝપાટે છિલી ગિન.

પિરોજો વધાણી મિલેતી હવા કે,
છડીને મિડ઼ે કમ, સજણ તું ટિલી ગિન.

અયો કીં પુછી ને , પગેં પો વડૅ કે ,
ખિલીને ખુશી કે નજર મેં ભરી ગિન.

ખિલે ઉ પુજે તો સરગ જે કિનારે,
ઉદાસી અચેતી ઝપાટે સિરી ગિન.

ભલેં ભા અચાંતો , ઉભા રો ખિલીને ,
સબધ જી સવારી , નિરાંતે કરે ગિન.

મિંજારા વિઠો રો , ભનાયે કવિત કે,
ગઝલ મેં મુંજારો તું બારા કઢે ગિન.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

Address

Mumbai
400072

Website

Alerts

Be the first to know and let us send you an email when Jigar Watch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share