21/07/2021
*દિકરી*
*નાની હતી*
*ખૂબ બોલતી*
*મા ટોકતી*
*ચૂપ રહે,*
*નાનાં છોકરાં બહુ ના બોલે!*🤔🤔🤔
*કિશોરી બની*
*તોળીને બોલતી*
*છતાં મા કહેતી*
*ચૂપ રહે,*
*હવે તું નાની નથી!*😓😓😓
*યુવતી બની*
*મોં ખોલું*
*ત્યાં મા ઠપકારતી*
*ચૂપ રહે,*
*પારકા ઘરે જવાનું છે!*🤫🤫🤫
*નોકરી કરવા ગઈ*
*સાચું બોલવા ગઈ*
*બોસ બોલ્યા*
*ચૂપ રહો,*
*માત્ર કામમાં ધ્યાન આપો!*😔😔😔😔
*પુત્રવધૂ બની*
*બોલવા જાઉં*
*તો સાસુ ટપારતી*
*ચૂપ રહે,*
*આ તારું પિયર નથી!*🤭🤭🤭
*ગૃહિણી બની*
*પતિને કાંઈ કહેવા જાઉં*
*પતિ ગુસ્સે થતો*
*ચૂપ રહે,*
*તને શું ખબર પડે!*😢😢😢
*માતા બની*
*બાળકોને કાંઈ કહેવા જાઉં*
*તો તે કહેતા*
*ચૂપ રહે,*
*તને એ નહીં સમજાય!*🥵🥵🥵
*જીવનની સાંજ પડી*
*બે બોલ બોલવા ગઈ*
*સૌ કહે*
*ચૂપ રહો,*
*બધામાં માથું ના મારો!*
*વૃદ્ધા બની*
*મોં ખોલવા ગઈ*
*સંતાનો કહે*
*ચૂપ રહે,*
*હવે શાંતિથી જીવ!*😥😥😥
*બસ........*
*આ ચૂપકીદીમાં*
*અંતરના ઊંડાણમાં*
*ઘણુંય સંઘરાયું છે*
*એ સઘળું*
*શબ્દોમાંઉજાગર કરવા જાઉં*
*ત્યાં સામે યમરાજા દેખાયા*
*તેણે આદેશઆપ્યો*
*ચૂપ રહે,*
*તારો અંત આવી ગયો!!*🤫🤫🤫🤫
💞
*એક સમય ની દિકરી સ્ત્રી તરીકે ચૂપ થઈ ગઈ*
*હંમેશ માટે!!!!!!!!*
✍️✍️✍️✍️