OM Astro Vaastu Arch

OM Astro Vaastu Arch Advise by Astrology, Vaastushastra, Numerology, , 7 Chakra Healing,Aura,Geopathic Stress. Computerized Horoscope
Payment Inquiry-9824016467

29/05/2026
આપનાં જીવનમાં પ્રકાશમય અનેક દિવડાઓ સદાય પ્રજ્વલિત રહે, દિવાનાં ઝગમગાટથી ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે ઇશ્વરનાં અનંત આશ...
20/10/2025

આપનાં જીવનમાં પ્રકાશમય અનેક દિવડાઓ સદાય પ્રજ્વલિત રહે, દિવાનાં ઝગમગાટથી ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે ઇશ્વરનાં અનંત આશીર્વાદ સદાય રહે એવી શુભકામનાઓ.🧨✨પ્રકાશના 🪔 પર્વ એવી આ દિવાળી ની આપ સૌને હાર્દીક શુભકામનાઓ. 💐

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. ઈશ્વર આપનું સ્વાસ્થ્ય સારું રાખે તેમજ દીર્ધાયુ ...
17/09/2025

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. ઈશ્વર આપનું સ્વાસ્થ્ય સારું રાખે તેમજ દીર્ધાયુ આપે તેવી પ્રાર્થના.

12/09/2025

*🔳પિતૃ તર્પણ એટલે શું ??*
*🔳પિતૃ તર્પણ કેમ કરવામાં આવે ?*

🔳પિતૃપક્ષના મહિનામાં તર્પણનુ આગવું ખાસ મહત્વ છે. આપણા શાસ્ત્રો કહે છે કે તર્પણ કરવાથી વ્યક્તિ પિતૃદોષમાંથી મુક્ત થાય છે. પિતૃ પક્ષ દરમિયાન તર્પણ કરવાથી મૃત પરિવારજનોની આત્માને શાંતિ મળે છે. શાબ્દિક રીતે માનીએ તો પિતૃઓને પૂર્ણ શ્રદ્ધાથી જળ આપવાની વિધિને તર્પણ કહેવામાં આવે છે.
🔳પિતરો માટે શ્રદ્ધાથી કરવામાં આવેલ મુક્તિ કર્મને શ્રાદ્ધ કહે છે અને તૃપ કરવાની ક્રિયા અને દેવતાઓ, ઋષિઓ કે પિતરોને ચોખા કે તલ મિશ્વિત જળ અર્પણ કરવાની ક્રિયા “તર્પણ” કહે છે. તર્પણ કરવુ જ પિંડદાન કરવુ છે.
🔳ભાદરવા માસના શ્રાદ્ધ પક્ષમાં તર્પણનુ ખાસ મહત્વ છે. શાસ્ત્રો કહે છે કે તર્પણ કરવાથી વ્યક્તિ પિતૃદોષમાંથી મુક્ત થાય છે. પિતૃ પક્ષ દરમિયાન તર્પણ કરવાથી મૃત પરિવારજનોની આત્માને શાંતિ મળે છે.
🔳શાબ્દિક રીતે માનીએ તો પિતૃઓને જળ આપવાની શાસ્ત્રોક્ત વિધિ એટલે તર્પણ, મૃતાત્માઓની શાંતિ અર્થે કરવામાં આવતા શાસ્ત્રોક્ત વિધાન એટલે પિતૃ તર્પણ, શ્રદ્ધાથી જે કાર્ય કરવામાં આવે તે શ્રાધ્ધ, શ્રધ્ધાપૂર્વક ભાવ અર્પણ કરવો એટલે શ્રાદ્ધ.
પિતૃઓ વાયુ સ્વરૂપ એટલે અદ્રશ્ય અવસ્થા એટલેકે શરીર વગર સુક્ષ્મ રૂપમાં હોય છે તમે શ્રદ્ધા પૂર્વક જે તેમનું પ્રિય ભોજન કે ખીર અર્પણ કરો ત્યારે તે વસ્તુની સુગંધ અને તમારા ભાવથી સંતુષ્ટ થાય છે તમારા વિનય અને આદરથી પ્રસન્ન થઈ તમને આશીર્વાદ આપે છે અને તમારું જીવન સુખી થાય છે.
♥️યાદ રાખવું કે શ્રાદ્ધ અને તર્પણમાં તમારો હર્દય પૂર્વકનો ભાવ ખુબજ જરૂરી બની રહે છે. શ્રદ્ધા વગર શ્રાદ્ધ અને તર્પણ નો કોઈ મતલબ રેહતો નથી.
🔳આ પિતૃ તર્પણ શ્રાદ્ધ વિધિ ભાદરવા માસની કૃષ્ણ પક્ષથી શરૂ થાય છે, પરંતુ પ્રથમ સુદ પુનમથી વદ અમાસ સુધીની સોળ તિથિઓ શ્રાદ્ધની તિથિઓ છે.
આ સમય દરમિયાન મૃતાત્માઓની મૃત્યુ તીથિને દિવસે પરદાદા, દાદી, માતા-પિતા, પિતૃવંશના, માતૃવંશના તેમજ ભાઇ બહેન મિત્રો ગોત્રના નિસંતાન કુટુંબીજનોની તર્પણ વિધિ શ્રાદ્ધ કરીને પિતૃઋણમાંથી મુકત થવાય છે.
🔳ત્રણ ઋણ પૈકી દેવ, ઋષિ અને પિતૃ ઋણમાં શ્રાદ્ધથી મુકત થવાય છે આ શ્રાદ્ધ વિધિ પવિત્ર તીર્થ સ્થાનોમાં અને પવિત્ર નદી કિનારે કરવાથી પિતૃઓને મોક્ષ પ્રદાન થાય છે.
પિતૃ તર્પણ શ્રાદ્ધ કર્મનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય જ છે, કારણ કે પિતૃઓ તૃપ્ત થાય અને શ્રાદ્ધ કરનારને તેઓ શુભાષિશઆપે છે. જે ફળ સ્વરૂપે મનોવાંછિત સુખ, સંપતિ, આરોગ્ય, પુત્ર, પરિવાર, વિદ્યા યશ, કિર્તી પ્રાપ્ત થાય છે જેનો વેદો અને પુરાણોમાં નિર્દેશ કરાયો છે.

🕉️સનાતન પરંપરામાં સર્વપિતૃ અમાસ તિથિનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રો અનુસાર ભાદરવા માસના કૃષ્ણ પક્ષની અમાસની તિથિ, પરિજનોના શ્રાદ્ધ માટે અત્યંત ફળદાઈ છે. તેવામાં આ દિવસે પિતૃઓનું નિમિત વિશેષ રૂપે શ્રાદ્ધ, તર્પણ વગેરે કરીને તેમને પ્રસન્ન કરવામાં આવે છે. આપણે જાણતા હોય કે ન જાણતા હોય તેવા પાછલી ૭ થી ૭૦ પેઢી ના પિતૃઓના માટે ભાદરવી સર્વપિતૃ અમાવાસ્યા ના દિવસે પિતૃ તર્પણ કરી શકાય છે.
બ્રહ્મ પુરાણ અનુસાર પિતૃ અમાસમાં પવિત્ર થઇને શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરવાથી મનુષ્યની સમસ્ત અભિલાષાઓ પૂરી થાય છે અને તે અનંત કાળ સુધી સ્વર્ગમાં સુખ પ્રાપ્ત કરે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઇ જાતકની કુંડળીમાં પિતૃ દોષ હોય અને તેના કારણે તેના જીવનમાં અનેક સમસ્યાઓ હોય તેવા જાતકોએ ખાસ કરીને અમાસના દિવસે પૂર્વજોને પ્રસન્ન કરવા માટે પિતૃ તર્પણ શ્રાદ્ધ અવશ્ય કરવુજ જોઈએ.
♨️બીજું કે આ અમાસના દિવસે દીપ દાનનું પણ ખૂબ મહત્વ રહેલું છે. આ દિવસે કોઇપણ પવિત્ર નદી તીર્થના કિનારે દીપ પ્રગટાવીને વહેતો મુકવાથી અનેકગણુ પુણ્ય પ્રાપ્ત થાય છે.
🙏આખરે એટલુજ કે સર્વ પિતુ અમાવસ્યાને પૂર્વજોને વિદાય આપવાનો દિવસ માનવામાં આવે છે માનવામાં આવે છે કે આ દિવસે જે વ્યક્તિ પોતાના પૂર્વજોને પિતૃ તર્પણ શ્રાદ્ધ કરી આદર અને શ્રદ્ધાથી વિદાય આપે છે, તેના પર પ્રસન્ન થઈને પૂર્વજો તેમનું જીવન બે પાંદડે કરી દે છે, અને પિતૃઓના આશીર્વાદથી જીવનમાં તમામ પ્રકારના સુખ અને સંપત્તિ રહે છે.

Address

Ahmedabad
382418

Telephone

+919824016467

Website

Alerts

Be the first to know and let us send you an email when OM Astro Vaastu Arch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to OM Astro Vaastu Arch:

Share