Samruddhi Setu Inve.

Samruddhi Setu  Inve. Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Samruddhi Setu Inve., Business service, G-23 Sahjanand market, station Road, Amreli.

*ધ્યાન, સદાચાર અને વ્યાયામ મનોશારિરીક તંદુરસ્તી માટે અનિવાર્ય છે.**--------- સુરજ રઘુવંશી*
03/12/2024

*ધ્યાન, સદાચાર અને વ્યાયામ મનોશારિરીક તંદુરસ્તી માટે અનિવાર્ય છે.*
*--------- સુરજ રઘુવંશી*

26/11/2024

*કારકિર્દીમાં સ્કોપ વધારવા વિવિધ યોગ્યતાનું સંમિશ્રણ ઉપયોગી...*

*(ધંધાકીય એકમો તથા કંપનીઓમાં અને હવે સરકારી કચેરીઓમાં પણ એક જ પ્રકારનું કામકરી શકે તેવી વ્યક્તિઓ કરતા વિવિધ કાર્ય કરી શકે તથા કોઈપણ કામ કોઇની પણ ગેરહાજરી વગર અટકે નહિ તે વ્યુહ અપનાવાયો છે. પ્રસ્તુત લેખમાં ડીગ્રીઓના કેટલાક સફળ થઇ શકે તેવા મેચીંગ આપેલા છે.)*

સામાન્ય રીતે ધો.૧૦ બાદ વિદ્યાર્થીએ નક્કી કરેલ પ્રવાહ ચાહે તે વિજ્ઞાન -વાણિજય, વિનયન હોય તેમા તેનું મનોવલણ હોય કે ન હોય, ગાડી હાલતી હોય કે ન હોય ઉંડા ઉતરવાનું હોય છે

આપણા સંતાનો- વાલીમાં જે ગાડરીયો પ્રવાહ હોય છે તેમાં ઉચ્ચ શિક્ષણમાં આ પ્રવાહમાં વધુ વેગ આવે છે મિત્ર વર્તુલ માં લેવાતા નિર્ણયો એ કેટલી હદે ઘાતક નીવડી શકે છે તેની કલ્પના પણ ન થઈ શકે. એકલ-દોકલ સંતાનોને સમૃધ્ધ મા-બાપ ભળતરના લાડ લડાવે છે તેની યોગ્યતા કે ક્ષમતા જોયા-જાણયા વગર તેને ધકેલતા રહે છે. બાળક પણ વધુ પડતી આશામાં ક્યારેક ઢસડાતો રહે છે.

દા.ત. B.A. થયેલા 100 વિદ્યાર્થીઓનો સર્વે કરવામાં આવે તો તે બધાને M.A.
કરવાની ઇચ્છા હોય છે. M. A.પછી શું તેનો તેની પાસે કોઈ જવાબ નથી !!!

આમ જોતા હવેના સમયમાં એક જ પ્રવાહ માં ઊંડા ઉતરવા કરતા વિવિધ યોગ્યતાઓના મિશ્રણ રાખવાથી રોજગારીની તકો વધી જાય છે. તેવા કેટલાક કોમ્બિનેશન અહી પ્રસ્તુત છે.

૧) B.C.A, L.L.B.: હવે કોર્ટની કાર્યવાહીમાં ટેકનોલોજીને કારણે ક્રાંતિ આવી છે. આ પ્રકારની નવી સિસ્ટમમાં એડવોકેટ કોમ્પ્યુટર ક્ષેત્રમાં પણ સારું એવું જ્ઞાન ધરાવતો હોય તો, કેસના રેફરન્સ ડેટા કલેક્શન તથા પેપર વર્કની સાથો સાથ આંતરરાષ્ટ્રીય બાબતો અંગે વધારે અસરકારક કામ કરી શકે છે. આ અંગે અવશ્યકતા લો ના અભ્યાસમાં પૂર્ણ નિષ્ઠા તથા ઉંડાણ રાખવાની છે. હવેના સમયમા સાયબર ક્રાઇમના અતિરેક થવાથી બંને ક્ષેત્રના જાણકાર ની કિંમત વધવામાં છે

૨) B.A. (ઇંગ્લીશ) + માર્કેટીંગ ડીપ્લોમા કે ડીગ્રી:
સામાન્ય રીતે અંગ્રેજીમાં સ્નાતક થયેલાને પહેલો વિચાર M.A. તો અથવા B.Ed.ના આવે છે હવેના બિઝનેસ ફિલ્ડમાં અંગ્રેજી ભાષામાં પ્રભુત્વ ધરાવનાર વ્યક્તિ આગવી રીતે માર્કેટિંગ ક્ષેત્રમાં પોતાની છટા અજમાવી શકે છે માત્ર માર્કેટિંગ જ નહીં પણ કોમર્સ ક્ષેત્રના કેટલાક એક વર્ષીય વ્યવસાયલક્ષી કોર્સ દ્વારા બેન્કિંગ ઇન્સ્યોરન્સ તથા ફાઈનાન્સ ના ક્ષેત્રમાં પણ પોતાની ભાષાકીય તાકાતને અજમાવી સફળ થઈ શકે છે.

૩) B.E. + એક્ષપોર્ટ ઈમ્પોર્ટ મેનેજમેન્ટના કોર્સ
એન્જિનિયરિંગ ક્ષેત્રમાં રોજગારી આપનારી કંપનીઓ મોટેભાગે આયાત-નિકાસની બાબતોમાં સંકળાયેલી જરૂર હોય છે. કોઈપણ એન્જિનિયર વધુમાં વધુ પાંચ વર્ષ જ જે તે શાખા નું કાર્ય કરતો હોય છે. ત્યારબાદ તેને કંપનીના વિવિધ વિભાગોમાં કી-પોસ્ટ પર સંચાલન કરવાનું આવે છે. તેથી જ તો વધુમાં વધુ એન્જિનિયર M.B.A.કરે છે, પણ તે બધાએ કરવું જરૂરી નથી. એક વર્ષિય ડિપ્લોમામાં ચાહે તે ઘરે બેઠા પણ કેમ ન હોય કરવાથી લાભ થઈ શકે છે.

૪) B.A.(હિસ્ટ્રી)+ B.T.S. બેચલર ઇન હિસ્ટરી અર્થાત ઇતિહાસમાં સ્નાતકની ડિગ્રી મેળવતા મેળવતા પત્રાચાર દ્વારા ટુરીઝમ સ્ટડીઝ નો અભ્યાસ કરવાથી આર્કિયોલોજી-ટુરીઝમ તથા ખાનગી કંપનીઓમાં તકો વધી શકે છે.

૫) B.A. વિથ સાયકોલોજી તથા M.S.W. સમાજસેવા એ બહુધા મનોવિજ્ઞાનને લગતો વિષય છે.સમાજ એવા અનેક લોકોની માનસિકતા તથા સામાજિક સમસ્યાઓ વિશે અવગત થવાનો પણ અભ્યાસ છે, આ સ્થિતિ જેમના મનમાં ઝડપથી સ્પષ્ટ થઈ જાય તે અસરકારક સમાજ સેવા કરી શકે જેથી સાયકોલોજી તથા સમાજસેવાનું કોર્સ કોમ્બિનેશન પણ સફળ થઈ શકે છે.

૬) B.SC. B.Ed. સોફ્ટવેર ડેવલપર:
શિક્ષણના ક્ષેત્રમાં કેટલીય પબ્લિક લિમિટેડ કંપનીઓ આવી ચૂકી છે તથા આવવાની લાઈન લગાવી ચૂકી છે આ સ્થિતિમાં એજ્યુકેશનને લગતા સોફ્ટવેરની જાણકારી અને તેના વિદ્યાર્થી પર અસરકારક અમલીકરણ માટે B.Ed. થયેલા સ્નાતકો M.Ed. નો મોહ ન રાખે પણ આ દિશામાં ઝંપલાવે તે પણ સારી તકો મળવાની સંભાવના છે

૭) B.Com + જર્નાલિઝમ:
CNBC, Zee-business, NDTV- PPOFIT જેવી કેટલીય ચેનલો તથા ન્યુઝ પેપરમાં આવતા વાણિજ્ય વિભાગો, વાણિજ્ય મેગેઝીનમાં કોમર્સ ક્ષેત્રના તથા જર્નાલિઝમમાં પણ જ્ઞાન ધરાવતા તરવરિયા યુવક-યુવતીઓની જબરીમાંગ છે. આ પ્રકારના યુવક-યુવતીઓ જોબ-અનુભવ બાદ લાયકાત મેળવી શકે છે.

૮) તબીબી ડીગ્રી + હોસ્પિટલ મેનેજમેન્ટ કોર્સ:
જ્યારે તબીબી ક્ષેત્રમાં કોર્પોરેટનું આગમન થઈ ચૂક્યું છે. તેઓ સફળ પણ થઈ ચૂક્યા છે ત્યારે બંને જ્ઞાન ધરાવતી વ્યક્તિઓ માટે સ્વતંત્ર વ્યવસાયથી માંડીને કોર્પોરેટ હોસ્પિટલો તથા ગવર્મેન્ટમાં તકો ઉજળી બની છે. આમ આ પ્રકારની ફયઝન કવોલિફિકેશન મેળવીને પણ કારકિર્દી વિસ્તારી શકાય છે.

*દ્વારકાદાસ લલાડીયા
(સમૃદ્ધિ સેતુ ઇન્વેસ્ટમેન્ટ & ઇન્સ્યોરન્સ સર્વિસીસ
અમરેલી )
Ph : 02792-224040
Email : [email protected]*

...ગૌરવ છે ગુજરાતનું ! ✨☺️
25/11/2024

...ગૌરવ છે ગુજરાતનું ! ✨☺️

13/10/2024

તાજેતરમાં નવરાત્રી ઉત્સવ નિમિત્તે ઠેર ઠેર અને ગામે ગામ ડાંડિયારાસ થઈ રહ્યા છે અને મોડીરાત સુધી યુવાનો યુવતી જોશમાં આવીને એક જુનુનથી દાંડિયા રમવામાં મશગુલ છે ,ત્યારે બે ચાર દિવસ પહેલા અમરેલી જિલ્લાના એક ગામે દાંડિયા રમતા રમતા એક 36 વર્ષના વ્યક્તિને જોરદાર એટેક આવવાથી તત્કાલ મૃત્યુ થયું
એટેકના બનાવો તો બનતા જ હોય છે અને આ રીતે હવે વધુ બની રહ્યા છે તેની પાછળનું કારણ એ છે કે માણસ શ્વાસોશ્વાસ સરખો કરતો જ નથી મોબાઈલ લેપટોપ કે કોઈપણ મીડિયા ના સાધનોનો ઉપયોગ કરતી વખતે એટલો બધો રોમાંચ થાય છે કે તેના શ્વાસની ગતિ એકદમ ધીમી પડે છે એટલે ફેફસાના કોષને ને પૂરતો ઓક્સિજન મળતો નથી ફેફસા પુરા કાર્યરત થતા નથી તેથી શરીરના અવયવો સુધી પણ પૂરો ઓક્સિજન પહોંચતો નથી એને પરિણામે ઊંઘની સમસ્યા કા ખૂબ વધુ પડતી કે સાવ ઓછી સર્જાય છે અને નાની ઉંમરે અનેક રોગોથી ઘેરાઈ જાય છે
રોગ પ્રતિકારક શક્તિ ઘટી ગઈ છે આવું ચાલશે તો સરેરાશ આયુષ્ય જે 70 વર્ષનું છે તે ઘટીને 45 નું થઈ શકે છે
તેના ઉપાય તરીકે જે આવો ઉપયોગ કરતા હોય તેને રી બેલેન્સ કરવા માટે કમ સે કમ એક કલાકનું વ્યાયામ કે સાયકલિંગ સ્વિમિંગ વોકિંગ કે યોગ પ્રાણાયામ કરવા ફરજિયાત છે આવું આ અંગે સંશોધન કરનારનું તારણ છે અને તે હકીકત પણ છે જેટલા કલાક લેપટોપ કે મોબાઈલ નો ઉપયોગ કરતા હો તેના 10% શારીરિક કસરતો અને ઉપર દર્શાવેલી બાબતો પર ખર્ચવા જરૂરી છે આજ આનો ઉપાય છે કારણ કે આ બધા સાધનોના હેવા પડ્યા છે તે મા અંકુશ રાખવો સંયમ રાખવો એ તાત્કાલિક કઠિન છે

ચંદ્રયાન ત્રણ ભારતની ભૂમિ પરથી અભૂતપૂર્વ પ્રયાણ કરી  ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક આરોહિત થયું કેટલાય વિદ્યાર્થીઓ ...
28/08/2023

ચંદ્રયાન ત્રણ ભારતની ભૂમિ પરથી અભૂતપૂર્વ પ્રયાણ કરી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક આરોહિત થયું કેટલાય વિદ્યાર્થીઓ અને જીજ્ઞાસુઓમાં આ ક્ષેત્રની કારકિર્દી અંગે ઉત્કંઠા સંતોષવા માટે ફુલછાબનો લેખ.
લેખક દ્વારકાદાસ લલાડીયા અમરેલી.

04/11/2022
03/05/2021

આપના સપના સાકાર કરવા છે ? તેનું એક માત્ર સોલ્યુશન SIP છે પણ તેની પસંદગી, સમય સમય પર દેખભાળ જરૂર જણાયે ફેરફાર આ બધું પણ કરવું પડે તેથી અમારા રોકાણકારો નો આ સર્વિસ બદલ અમારી પર પૂર્ણ ભરોસો અને સંતોષ છે તમે પણ એક વાર ટ્રાય કરો ......... ફોન ૦૨૭૯૨-૨૨૪૦૪૦

16/05/2020

*ભણતર સાથે ગણતર કોને કહેવાય*

તેની થોડી ઝલક જુવો, વિચારો, અપનાવો.

આ વર્ષે આમ જુઓ તો સળંગ છેલ્લા બે માસ થી સ્કુલ કોલેજો બંધ છે online શિક્ષણ તેમજ વેબિનાર થી કઈક અંશે શિક્ષણ અને તાલીમ કાર્યક્રમો થઈ રહ્યા છે. તમારા બાળકો ની એક સર્વાંગ કેળવણી ના ભાગ રૂપે નીચે મુજબ ની પ્રવૃત્તિ વડીલો અને જાણકારો ની મદદ થી કરાવી બાળકો તેમજ મોટાઓ ને પણ તાલીમ આપો, આવી અનેક પ્રવૃત્તિ તમે પણ શોધી કાઢો જેથી મોબાઈલ TV ગેમ થી અલગ રીતે સમય પસાર થાય.

(1) બાળકો ને ચોપડી નું પૂંઠું ચડાવતા શીખવાડો
(2) બાળકોને છાપા માંથી પડીકું વસ્તુ રાખીને કેમ વાળી શકાય? સમજાવો
(3) દીવાલ ,ચપ્પલ ,ફર્નીચર માં ખીલી કે સ્ક્રુ કેમ બેસાડાય તે શીખવાડો
(4) ઈસ્ત્રી,કુકર,ગીઝર,મિક્સર, ઓવન,સૂર્ય કુકર , ઘરઘંટી વોશિંગ મશીન નો ઉપયોગ કરતા શીખવાડો
(5) વીજળી નો ફ્યુઝ ઉડી ગયો હોય તો કેમ બંધાય , પ્રાયોગિક જાણકારી આપો
(6) ગેસ નું સીલીન્ડર કેમ ફીટ કરાય ,કઢાય ખોલ ફીટ કરી તેની પાસે કરાવો
(7) રેલ્વે,બસો નું સમયપત્રક કેમ જોવાય તેમજ online બુકિંગ કેમ કરાય શીખવાડો
(8) કચરો વાળતા આવડે, ક્યાં કેવી સાવરણી વપરાય , કયા સાવરણો વપરાય , કરાવો સમજાવો
(9) પોતું કરતા આવડે ,બાથરૂમ સંડાસ એસીડ ફીનાઇલ ,પાવડર થી કેમ સફાઈ કરાય તાલીમ આપો
(10) કપડા ધોતા ,ગળી કરતા શીખવાડો , સુતરાઉ , રેશમી,નાયલોન,ગરમ,ખરબચડા, નાના,મોટા, સફેદ રંગીન વગેરે વિવિધ પ્રકારના કપડા ધોવામાં શો ફેર છે તેની પ્રેક્ટીકલ સમજણ આપો
(11) શાકભાજી, અનાજ,કરિયાણું મસાલા કેમ ખરીદાય , શાક કેમ સુધારાય એની તાલીમ સમજણ આપો
(12) ફૂલો ની માળા કે આસોપાલવ નાં તોરણ બનાવતો શીખવાડો
(13) ચેક લખતા ,બેંકમાં સ્લીપ ભરતા, બેન્કિંગ વ્યવહારો કરતા યોગ્ય રીતે સરનામું લખતા શીખવાડો
(14) નકશાનો અભ્યાસ કરી શહેર ,ર્જીલ્લા રાજ્ય દેશ દુનિયા ની ભોગોલીક સ્થિતિ નક્કી કરતા સમજાવો
(15) શેરડી નો સાંઠો છોલતા સૂડી દાતરડું, પકડ પાના નો પરિચય તેમજ ઉપયોગ ની તાલીમ આપો
(16) વણવપરાયેલ નોટ,ચોપડા નાં પન્ના માંથી રફ ચોપડો કેમ બનાવાય ,ફાઈલ કેમ કરાય, શીખવાડો
(17) કે ઋતુ માં ક્યાં શાકભાજી, ફ્રુટ અનાજ તેલ મળે તેની જાણકારી આપો
(18) શેતરંજી, પથારી કેં પથરાય, પાગરણ કેમ ગોઠવાય તેની પ્રત્યક્ષ તાલીમ આપો
(19) પોતાનો તેમજ પોતાના પરિવાર નો યોગ્ય તેમજ સન્માન પૂર્ણ ર્રીતે પરિચય કેમ અપાય, સમજાવો
(20) બુટ પાલિશ કરતા, કપડાની ગડી કરતા ,સંકેલતા આવડે ઈ જરૂરી છે
(21) કુંડા માં કે જમીન માં છોડ કેમ રોપાય , કેમ માવજત થાય પાણી પવાય તે જાણકારી,તાલીમ આપો
(22) ઇંચ ફૂટ મીટર ઉચાઈ લંબાઈ કેમ મપાય , જુદા જુદા વજન ની સમજુતી તેમજ સંબંધ જાણે
(23) ગાતા દોડતા ચિત્રકામ રંગોળી અક્ષરો નું પેન્ટીંગ સુંદર અક્ષર લેખન ની તાલીમ આપો
(24) નળ નાં આટા તેની કીટ પાણી ની ઘરેલું વ્યવસ્થા ટપકતું પાણી નિવારણ વિષે પ્રત્ય્ક્ષ સમજાવો
(25) સોય દોર થી કપડા સાંધતા, જુના કપડા માંથી ઉપયોગી ઘર ઉપયોગી વસ્તુ બનાવતા આવડે ?
(26) પાનું પકડ કે રીપેરીંગ ના ઓજારો નો ઉપયોગ કરતા આવડવો જોઈએ
(27) કોશ કોદાળી દાતરડું કાતર કુહાડી ખરપીયું ત્રિકમ તગારા ને ઓળખાવો અને ઉપયોગ કરાવો
(28) સગા સંબંધી મિત્રો ધંધાભાઈઓ નાં કોન્ટેક નંબર સરનામાં તેમજ ની ડાયરી સ્ટીકર બનાવરાવો
(29) તમારા ગામની સરકારી અર્ધ સરકારી તેમજ બેન્કિંગ સંસ્થા તેમજ મોટી કંપની ની જાણકારી મુલાકાત કરાવો
(30) જરૂરી ઘરના કાગળો,સર્ટીફીકેટ દસ્તાવેજોને યોગ્ય રીતે ફાઈલ કેમ કરાય તેની સમજ તાલીમ આપો
(31) કઈ ઓફીસ માં કયું કામ થાય તેની તેમજ તેની સીસ્ટમ ની સ્થળ પર લઈ તાલીમ આપો
(32) તમારા, તમારા પત્નીપક્ષનાં તમામ સગાનો એક ચાર્ટ બનાવી પરિચય આપો વિશેષતા બતાવો
સૌથી વધુ આપણે એ વિચારવાનું છે કે આજકાલ વિદ્યાર્થી અને યુવા વર્ગ માં એકાગ્રતા,સ્મરણ શક્તિ તેમજ માનસિક સંતુલન ની ખુબ જરૂર છે તેથી ધ્યાન શિબિરોમાં મોકલવા , તેનો નીયમિત અભ્યાસ સતત કરાવવો ,જેથી માનસમાં મૂળથી સમજણ ગંભીરતા ઊંડાણ મુલ્યો આવશે
આ નાની નાની વાતો ની તાલીમ થી બાળક તેમજ મોટા ને પણ પરિવાર લક્ષી,સમાજલક્ષી જીવનલક્ષી અનુભૂતિ થી જાણકારી મળશે , અહી આપેલ મુદ્દા ને દરરોજ થોડા થોડા કરી જુદી જુદી વ્યક્તિ પાસે સમજણ તાલીમ અપાવવી, જે સહુ ને માટે એક અદભુત અનુભવ બની રહેશે.
*દ્વારકાદાસ બાબુલાલ લલાડિયા*

કારકિર્દી ,શિક્ષણ અને રોજગાર માર્ગદર્શક ,સેતુ કારકિર્દી, રોજગાર અને વ્યક્તિત્વવિકાસ માર્ગદર્શન અને તાલીમ કેન્દ્ર ,F-૩ સહજાનંદ માર્કેટ ,સ્ટેશન રોડ અમરેલી
*ફોન ૦૨૭૯૨ -૨૨૪૦૪૦*

03/10/2019

Address

G-23 Sahjanand Market, Station Road
Amreli
365601

Alerts

Be the first to know and let us send you an email when Samruddhi Setu Inve. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Samruddhi Setu Inve.:

Share