SIDHI Vinayak Astrologer

SIDHI Vinayak Astrologer ASTROLOGE

13/03/2022
07/03/2022
14/01/2022

*तिलवत् स्निग्धं मनोऽस्तु वाण्यां* *गुडवन्माधुर्यम्।*
*तिलगुडलड्डुकवत् सम्बन्धेऽस्तु सुवृत्तत्त्वम्।।*

*मकर संक्रांति पर तिल समान हम सभी के मन स्नेहमय हो, गुड़ समान हमारे शब्दों में मिठास हो और जैसे लड्डू में तिल और गुड़ कि प्रबल घनिष्ठता है वैसे हमारे संबंध हो।*


*अंबे*

22/09/2021

એક મેલાઘેલા કપડા પહેરેલો સમોસા વાળો રેલવે માં મારી સામેની સીટ પર આવીને બેઠો... મારી સામે જોઈને મુસ્કુરાયો. મારે પણ થોડે દૂર જવાનું હતું એટલે થયું કે લાવ થોડી વાતચીત કરૂં, એ બહાને સમય પસાર થશે... મેં પૂછયું કે ભાઈ, થાકી જતા હશો નંઈ?? આખો દિ વસ સમોસા વેંચીને? એણે કહ્યું હા સાહેબ. પરંતુ આજે હું બહુ જ ખુશ છું કેમકે બધા જ સમોસા વેંચાય ગયા છે.... મેં પૂછયું, રોજના કેટલા સમોસા વેચો છો?? એણે કહ્યું કે રોજના લગભગ 3500 ( સાડા ત્રણ હજાર) જેટલા સમોસા વેંચાય જાય છે. ઈશ્વર ની કૃપાથી ચાલ્યા કરે છે... મેં કહ્યું તમે ખુદ જ બનાવો છો? એણે કહ્યું નહિં સાહેબ, હું બીજા પાસેથી તૈયાર સમોસા લઉં છું. અને એના પર એક 1 રૂપિયો નફો ચડાવીને વેંચી નાખું છું.... આ જાણીને હું દંગ રહી ગયો. આનો મતલબ તે દરરોજના રૂપિયા 3500 ( સાડા ત્રણ હજાર) કમાય લે છે. આ હિસાબે મહિનાના રૂપિયા 100000(એક લાખ) થી પણ વધુ ની કમાણી કરે છે. આટલું તો હું પણ કમાતો ન હતો, મારો પગાર પણ રૂપિયા ૧૯૭૫૦ (ઓગણીસ હજાર સાતસો પચાસ) હતોઃ મેં પૂછયું કે, આ બધા પૈસા વાપરી નાખો છો?? એણે કહ્યું ના, જરૂર પુરતા પૈસા વપરાય જાય છે. અને બાકીના પૈસા વધે તે અન્ય ધંધામાં વાપરૂં છું.. મેં પૂછયું કે બીજા ધંધા શું છે?? એણે કહ્યું કે સાહેબ, પાંચ વર્ષ પહેલા એક જમીન 30 (ત્રીસ લાખ) માં લીધી હતી. જે હમણાં જ 4(ચાર ) કરોડમાં વેંચી. એ પૈસા થી અમુક સોનાની ખરીદી કરી.... અને 50 (પચાસ) લાખ રૂપિયા મારી દિકરી ના લગ્ન માટે રાખ્યા છે. અને બીજા પૈસા વધ્યા તેમાંથી મારા ગામડે 10(દશ ) વીઘા જમીન લઈને રાખી દીધી. જેથી થોડી ઘણી ખેતી ની ઉપજ થાય.... અને બાકીના પૈસામાંથી હમણાં એક જમીનનો ટુકડો લીધો છે. જે સારું વર્ષ થશે ને ભાવ વધુ આવશે તો વેંચી નાખીશ.... અને બાકીના છેલ્લા પૈસા વધ્યા તે.. મારી બાજુમાં એક સાહેબ રહે છે. જે મારા ખાસ ઓળખીતા છે. તેના દ્રારા મેં મ્યુચ્યુઅલ ફંડ ની સ્કિમમાં રોક્યા છે. અને સાથે સાથે મારો પણ એક વિમો લઈ લીધો. જેથી હું હયાત ના રહું તો મારી પત્નિને પૈસા ની તકલિફ ના પડે..મને હવે લાગ્યું કે હું એક સમોસા વાળા સામે નહિં બલ્કે એક પાકા કરોડપતિ વેપારી સામે બેઠો છું.. થોડીવાર પછી એના મોબાઈલમાં રિંગ વાગી અને તેણે 1000 એક હજાર વાળો સાદો ફોન કાઢ્યો, ને વાત કરી. પછી મને કહ્યું કે સાહેબ, શું કરૂં મને ઈન્ટરનેટ નથી આવડતું એટલે આ સાદો ફોન વાપરૂં છું.... આ સાંભળીને મને વિચાર આવ્યો કે, શું ફેર પડે છે. ઈન્ટરનેટ આવડે છે એવા યુવાનો તો આજે E. M. I. મોબાઇલ ફોન અને બાઈક હપ્તેથી લઈને ફરે છે.. આજના યુવાનોને નાણાકીય સ્વતંત્રતા શું છે? એ ખબર જ નથી પડતી... રોકાણનો વિચાર જ આજના યુવાનોને નથી આવતો.... બસ જે હાથમાં હોય તે વાપરી નાખવાના એટલે વાત પતે.. ત્યાર બાદ સ્ટેશન આવ્યું એટલે સમોસા વાળો ભાઈ બોલ્યો, ચાલો સાહેબ હું જાઉં છું. .. ત્યારે મને થયું કે, હું જયાં મોંઘી કોલેજમાં હજારો રૂપિયા ભરીને ભણ્યો છું. પણ જીવનનો મહત્વનો પાઠ તો આ ઓછું ભણેલો સમોસા વાળો ભણાવી ગયો. આપણા પૂર્વજો ખુબ ઓછું ભણેલા હોવા છતાં... આજના M. B. A. કરતાં પણ સુવ્યવસ્થિત અને સુજબુજ થી વેપાર કરી વ્યવહાર ચલાવતા હતા.. ત્યારે ભણતર ઓછું અને કોઠાસૂઝ વધુ હતીઃ.. શ્રી ઉમાશંકર જોષી કહે છે તેમ, ભણેલા ને અભણ છેતરી જાય એનું નામ જ કોઠાસૂઝ...🤝

10/03/2021

મહાશિવરાત્રી ચાર પ્રહર ની પૂજા માં વપરાતા દ્રવ્યો પ્રત્યેક ચરણ અનુસાર.

🌷પ્રહર -૧.🌷

શિવજી ની દિશા:- પશ્ચિમ તરફ ની પૂજા.

ચંદન પ્રકાર :- ગંધ.

ધાન્ય :- ચોખા, કાળા તલ.

પુષ્પ :- સફેદ પુષ્પ, કરેણ નું ફુલ, આંબા નું પાન.

ફળ :- બીલું.

નૈવેદ્યં :- ખીર.

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀


🌷પ્રહર -૨.🌷

શિવજી ની દિશા:- ઉત્તર તરફ ની પૂજા.

ચંદન પ્રકાર :- કેસર ચંદન.

ધાન્ય :- ચોખા, જવ.

પુષ્પ :- કમળ, તુલસી પાન.

ફળ :- બીજોરૂં

નૈવેદ્યં :- લાડુ, પાયસ.

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

🌷પ્રહર -૩.🌷

શિવજી ની દિશા:- દક્ષિણ તરફ ની પૂજા.

ચંદન પ્રકાર :- કસ્તુરી ચંદન.

ધાન્ય :- ચોખા, ઘઉં.

પુષ્પ :- આંકડા ના ફુલ,કરેણ ના ફુલ.

ફળ :- દાડમ.

નૈવેદ્યં :- માલપુડા, પુરી, વડા, શાક.

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

🌷પ્રહર -૪.🌷

શિવજી ની દિશા:- પૂર્વ તરફ ની પૂજા.

ચંદન પ્રકાર :- રક્ત ચંદન.

ધાન્ય :- સપ્ત ધાન્ય.

પુષ્પ :- જૂઈ, શંખપુષ્પી, ચંપો, દુર્વા,આંકડો .

ફળ :- કેળું, કેરી.

નૈવેદ્યં :- શીરો, દહીં, ભાત.

છેલ્લા પ્રહર માં સમય હોય તો શિવ સહસ્ત્ર નામ દ્વારા પણ બીલીપત્ર ચડાવી શકાય.

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
*ૐ નમ:શિવાય*

Address

Anand
388001

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

919998567569

Website

Alerts

Be the first to know and let us send you an email when SIDHI Vinayak Astrologer posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to SIDHI Vinayak Astrologer:

Share