Saurashtra Chamber of Commerce & Industry

Saurashtra Chamber of Commerce & Industry The Saurashtra Chamber of Commerce & Industry [SCCI] works to create and sustain an environment cond

14/02/2026
*માનનીયશ્રી,**સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ભાવનગર દ્વારા**યુનિયન બજેટ 2026–27 નું જીવંત (Live) પ્રસારણ યો...
31/01/2026

*માનનીયશ્રી,*

*સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ભાવનગર દ્વારા*
*યુનિયન બજેટ 2026–27 નું જીવંત (Live) પ્રસારણ યોજવામાં આવી રહ્યું છે.*

*ભારતના માનનીય નાણામંત્રી*
*શ્રીમતી નિર્મલા સીતારામણજી દ્વારા સંસદમાં રજૂ થનારા આ બજેટના જીવંત પ્રસારણમાં ઉપસ્થિત રહેવા આપને હાર્દિક આમંત્રણ છે.*

🗓 *તારીખ: 01 ફેબ્રુઆરી, 2026 – રવિવાર*
☕ *નેટવર્કિંગ ટી : સવારે 10:30 કલાકે*
📡 *બજેટ સેશન (Live): સવારે 11:00 કલાકથી*

📍 *સ્થળ:*
*ચેમ્બર સભા હોલ,* *315,સાગર કોમ્પ્લેક્સ, *જશોનાથ સર્કલ, ભાવનગર.*

*સમયસર હાજર રહેવા વિનંતી.*

*આભાર સહ,*
*પ્રેસિડેન્ટ*
*પ્રકાશ ગોરસીયા*
*સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ભાવનગર.*

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા એ. એમ. એ.ના સંયુક્ત ઉપક્રમે ફાયનાન્સ ફોર એક્સપોર્ટ એન્ડ એમ.એસ.એમ.ઈ. વિષય ...
11/12/2025

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા એ. એમ. એ.ના સંયુક્ત ઉપક્રમે ફાયનાન્સ ફોર એક્સપોર્ટ એન્ડ એમ.એસ.એમ.ઈ. વિષય અંતર્ગત માર્ગદર્શન સેમીનાર યોજાયો.

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ગુજરાતની નામાંકિત સંસ્થા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ફાયનાન્સ ફોર એક્સપોર્ટ એન્ડ એમ.એસ.એમ.ઈ. અંતર્ગત માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમના પ્રારંભમાં એ.એમ.એ.ના સીનીયર મેનેજર શ્રીદેવાંગભાઈ દેસાઈએ સાબ્દિક સ્વાગતની સાથે સાથે એ.એમ.એ. સંસ્થા વિષે વિસ્તૃત પરિચય આપેલ.

પ્રાસંગિક પ્રવચનમાં સૌરાષ્ટ્ર ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રીતેજસભાઈ શેઠએ જણાવેલ કે રાષ્ટ્રની આર્થિક ઉન્નતી માટે હુંડીયામણનું ખુબજ મહત્વનું યોગદાન હોય છે અને આ કિંમતી હુંડીયામણ મેળવવા માટે વધારેમાં વધારે એક્સપોર્ટ કરવું જરૂરી હોય છે. સામાન્ય રીતે વેપાર, ઉદ્યોગ કે એક્સપોર્ટ સહિતના દરેક સેક્ટરમાં ફાયનાન્સનો પ્રશ્ન મુંજવતો હોય છે. આ મુંઝવતા પ્રશ્નોનો જવાબ આજના અ સેમીનાર દ્વારા પ્રાપ્ત થશે.

નિષ્ણાંત વક્તા શ્રીગૌરાંગભાઈ વસાવડાએ જણાવેલ કે ખાતું ખોલાવવાથી બેંક સાથે સબંધની શરૂઆત થાય છે. અને પછી દરેક એક્સપોર્ટ, શિપમેન્ટ અથવા પેમેન્ટમાં બેન્કની જરૂર પડે છે. શિપમેન્ટ કર્યા પછી બીલ સબમિટ કરવાનું હોય અને તેનું પેમેન્ટ આવે ત્યાં સુધી રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ગાઈડલાઈન્સ મુજબ એ રકમ બાકી ઉભી રહે. વિદેશી વેપારમાં કરન્સી એક્સચેન્જ પણ બેંક પાસેથી કરવવાનું હોય છે. રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનાં સોફટવેર ઈ.ડી.પી.એમ.એસ. દ્વારા એક્સપોર્ટનું શિપમેન્ટ અને પેમેન્ટ ટ્રેક કરાય છે. એટલે જ્યાં સુધી આ એન્ટ્રીઓ મેચ ન થાય અથવા અન્ય નિયમોની અંતર્ગત બંધ ના થાય ત્યાં સુધી બેંક આનું ફોલોઅપ કરે છે. કોઈ પણ વ્યાપારમાં મૂડીની જરૂર પડે તો બેંકો પાસેથી એક્સપોર્ટ ફાયનાન્સ મેળવી શકાય.

ત્યારબાદ પ્રશ્નોતરી શેશનમાં એક્ષ્પોર્ટરોએ તેમના પ્રશ્નો રજુ કરેલ જેને ઉપસ્થિત વક્તાશ્રીઓ દ્વારા માહિતી અને માર્ગદર્શન આપવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સુપેરે સંચાલન સી.ઈ.ડી.ના એક્ઝીક્યુટીવ શ્રીજય ત્રિવેદીએ કરેલ. આ સેમીનારમાં વિશાળ સંખ્યામાં એક્સપોર્ટરો અને ઉદ્યોગસાહસિકોએ ભાગ લીધેલ.

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા એ. એમ. એ.ના સંયુક્ત ઉપક્રમે ફાયનાન્સ ફોર એક્સપોર્ટ એન્ડ એમ.એસ.એમ.ઈ. વિષય ...
02/12/2025

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા એ. એમ. એ.ના સંયુક્ત ઉપક્રમે ફાયનાન્સ ફોર એક્સપોર્ટ એન્ડ એમ.એસ.એમ.ઈ. વિષય અંતર્ગત માર્ગદર્શન સેમીનાર યોજાશે.

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ગુજરાતની નામાંકિત સંસ્થા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ફાયનાન્સ ફોર એક્સપોર્ટ એન્ડ એમ.એસ.એમ.ઈ. અંતર્ગત માર્ગદર્શન સેમીનારનું આયોજન તા.૦૯.૧૨.૨૦૨૫ને મંગળવારના રોજ બપોરે ૩:૩૦ કલાકે ચેમ્બર સભા હોલ, 315, સાગર કોમ્પલેક્ષ, જશોનાથ સર્કલ, ભાવનગર ખાતે કરવામાં આવેલ છે. આ સેમીનારના નિષ્ણાંત વક્તા તરીકે અમદાવાદના શ્રીગૌરાંગભાઈ વસાવડા સેવા આપશે. કાર્યક્રમમાં માર્યાદિત સંખ્યા લેવાની હોવાથી વહેલા તે પહેલાના ધોરણે તા.૦૮.૧૨.૨૦૨૫ને સોમવાર સુધીમાં રજા સિવાયના દિવસે સવારે ૧૧:૦૦ થી સાંજે ૬:૦૦ સુધીમાં રજીસ્ટ્રેશન કરવામાં આવશે. રજીસ્ટ્રેશન નિ:શુલ્ક પણ ફરજીયાત છે. રજીસ્ટ્રેશન માટે ફોન નં. ૯૪૦૮૮ ૦૭૯૮૦ પર સંપર્ક કરવો.

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, FIEO, DGFT-રાજકોટ અને ચિત્રા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે INDIA–UK...
15/11/2025

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, FIEO, DGFT-રાજકોટ અને ચિત્રા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે INDIA–UK FREE TRADE AGREEMENT (FTA) વિષય અંતર્ગત માર્ગદર્શક સેમીનાર યોજાયો.

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્ષ્પોર્ટ ઓર્ગેનાઈઝેશન, ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ અને ચિત્રા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે INDIA–UK FREE TRADE AGREEMENT (FTA) વિષય અંતર્ગત માર્ગદર્સન સેમીનારનું આયોજન કરવામાં આવેલ.

કાર્યક્રમના પ્રારંભમાં ચિત્રા ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રમુખશ્રી દિલીપભાઈ કમાણીએ શાબ્દિક સ્વાગતની સાથે સાથે જણાવેલ કે દેશના એક્ષ્પોર્ટમાં ગુજરાતનો મહત્તમ ફાળો છે જે આપણા માટે ગૌરવની બાબત છે, ભાવનગર જીલ્લામાંથી પણ દિન-પ્રતિદિન એક્ષ્પોર્ટનું પ્રમાણ વધતું જાય છે જે આવકાર્ય બાબત છે, આજના સેમીનારમાંથી મળનાર માર્ગદર્શનનો લાભ લઇ સૌ એક્ષ્પોર્ટ ક્ષેત્રે આગળ વધો તેવી શુભકામનાઓ પાઠવેલ.

પ્રાસંગિક પ્રવચન કરતા સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનાં પ્રમુખશ્રી પ્રકાશભાઈ ગોરસીયાએ સૌરાષ્ટ્ર ચેમ્બર ભાવનગર જીલ્લાનાં સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ હોવાનું જણાવેલ. ઘણા લોકોને એક્ષ્પોર્ટ કરવું હોય તો પરંતુ અનેક પ્રશ્નો ઉદભવતા હોય છે જેના નિરાકરણ માટે આ પ્રકારનાં સેમીનારોનું આયોજન સૌરાષ્ટ્ર ચેમ્બર દ્વારા કરવામાં આવતું હોય છે. ભાવનગર જીલ્લાનાં માઢીયા ખાતે વ્હીકલ સ્ક્રેપ યાર્ડ નિર્માણ થવા જઈ રહ્યું છે જ્યારે નોન-હેઝાર્ડ કેમિકલ માટે ઔદ્યોગિક વસાહત સ્થપાય તે માટે ચેમ્બર સતત પ્રયત્નશીલ હોવાનું જણાવેલ.

ડીજીએફટી કચેરી – રાજકોટના આસિસ્ટન્ટ કમિશ્નરશ્રી દેવાનંદજીએ તેમની કચેરીનો ઉદ્દેશ એક્ષ્પોર્ટમાં વધારો થાય તે માટે મદદ અને માર્ગદર્શન આપવાનો છે તેમ જણાવેલ. એક્ષ્પોર્ટ કરવા માટે સૌપ્રથમ આઈઈસી કોડ લેવો જરૂરી છે જે તેમની કચેરી દ્વારા આપવામાં આવે છે. આ ઉપરાંત એક્ષ્પોર્ટ માટેના સર્ટીફીકેશનમાં પણ તેમની કચેરી મદદ અને માર્ગદર્શન આપે છે.

કાર્યક્રમનાં નિષ્ણાંત વક્તાશ્રી આનંદ મીરાણીએ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અને પ્રેફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટ વિષે માહીતી આપતા જણાવેલ કે ભારતના અત્યાર સુધીમાં ૧૬ જેટલા દેશો અને દેશોના સમૂહ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અને પ્રેફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટ કરવામાં આવેલા છે અને હજુ નજીકના ભવિષ્યમાં પણ આ પ્રકારનાં એગ્રીમેન્ટ કરવા પર સરકાર દ્વારા સતત વાટાઘાટો કરવામાં અવી રહી છે. આ એગ્રીમેન્ટનો મુખ્ય હેતુ એક્ષ્પોર્ટર માટે ઓછી કોમ્પીટીશનમાં મોટી માર્કેટનો એક્સેસ આપવાનો હોય છે જેથી દેશના વિદેશી હૂંડિયામણમાં વધારો થાય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય ઉદ્યોગકારોને પોતાની પ્રોડક્ટની એક ઓળખ સ્થાપિત કરી શકે. ઇન્ડીયા-યુકે એફટીએ દ્વારા એક મોટા માર્કેટની એક્સેસ સાથે ભારતીય નિકાસકારોને અનેક નવી પ્રોડક્ટ કેટેગરીમાં એક્ષ્પોર્ટ કરવાની તક મળશે.

તેઓએ આ એફટીએનો લાભ લેવા માટે જરૂરી રૂલ્સ ઓફ ઓરીજીન, પ્રોડક્ટ વેલ્યુ કેલ્યુલેશન, એલીજીબલ ઈનપુટ રો-મટીરીયલ્સની ટકાવારી તથા તેને પ્રમાણિત કરનાર ઓથોરીટી એજન્સી વિષે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપેલ. વિશેષમાં તેઓએ જણાવેલ કે ભારતીય નિકાસકારો દ્વારા આ એફટીએ અને પીટીએનો લાભ લેવાની ટકાવારી ખુબ જ ઓછી છે જેથી તેનો મહત્તમ લાભ લેવા પણ અનુરોધ કરેલ.

ત્યારબાદ પ્રશ્નોતરી શેશનમાં એક્ષ્પોર્ટરોએ તેમના પ્રશ્નો રજુ કરેલ જેને ઉપસ્થિત વક્તાશ્રીઓ દ્વારા માહિતી અને માર્ગદર્શન આપવામાં આવેલ.

કાર્યક્રમનું સુપેરે સંચાલન અને આભારવિધિ ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્ષ્પોર્ટ ઓર્ગેનાઈઝેશનનાં ગુજરાત ચેપ્ટરનાં હેડશ્રી જયપ્રકાશભાઈ ગોએલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં એક્ષ્પોર્ટરો અને ઉદ્યોગસાહસિકો ઉપસ્થિત રહેલ.

SCCI attended Digital Setu Program of Central Minister Smt. Nimuben Bhambhania
07/10/2025

SCCI attended Digital Setu Program of Central Minister Smt. Nimuben Bhambhania

*તાજેતરના સમયમાં સાયબર ફ્રોડ નું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે જે બાબત સમગ્ર સમાજ માટે ચિંતાજનક છે, આ અંગે લોકો જાગ્ર...
19/06/2025

*તાજેતરના સમયમાં સાયબર ફ્રોડ નું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે જે બાબત સમગ્ર સમાજ માટે ચિંતાજનક છે, આ અંગે લોકો જાગ્રત બને અને શું કાળજી લેવી જોઈએ તે વિશે "સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ " દ્વારા ખાસ સેમિનાર "સાયબર યોદ્ધા" નું આયોજન કરેલ છે.*

*🗓️ તારીખ: રવિવાર, 22 જૂન 2025*
*🕥 સમય: સવારે 10:30 વાગ્યે*
*📍 સ્થળ: ચેમ્બર હોલ, 315, સાગર કોમ્પલેક્ષ, જશોનાથ સર્કલ, ભાવનગર*
*🎙️ અધ્યક્ષસ્થાને: ભાવનગર યુવરાજ શ્રીજયવીરરાજસિંહજી.*

*વિશેષ માર્ગદર્શન આપશે:*
*🔹 PI શ્રી ધ્રુવરાજસિંહ જાડેજા – Cyber Crime Police Station, ભાવનગર રેન્જ*
*🔹 શ્રી ચેતન બારસોપિયા – એથીકલ હેકિંગ એક્સપર્ટ*
*🔹 શ્રી કિલોનભાઈ મેહતા – ચેરમેન, IT કમિટી (SCCI), Cyber Security Specialist*

*આ કાર્યક્રમમાં મર્યાદિત સંખ્યા લેવા ની હોવાથી વહેલા તે પહેલાના ધોરણે આપનું રજીસ્ટ્રેશન m. 9408 80 7980 નંબર ઉપર કરાવશો. રજીસ્ટ્રેશન નિશુલ્ક છે, પરંતુ ફરજિયાત છે.*

*લી.*
*પ્રકાશ ગોરસીયા*
*પ્રમુખ - સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, ભાવનગર*

🚀 𝐖𝐎𝐖 𝐂𝐮𝐬𝐭𝐨𝐦𝐞𝐫 𝐄𝐱𝐩𝐞𝐫𝐢𝐞𝐧𝐜𝐞 અને 𝐌𝐒𝐌𝐄 𝐒𝐜𝐡𝐞𝐦𝐞𝐬 સાથે આપના વ્યવસાયને આપો નવો વેગ!એક્સક્લૂસિવ માર્ગદર્શન સેમિનારમાં જોડાઓ, જેનુ...
26/05/2025

🚀 𝐖𝐎𝐖 𝐂𝐮𝐬𝐭𝐨𝐦𝐞𝐫 𝐄𝐱𝐩𝐞𝐫𝐢𝐞𝐧𝐜𝐞 અને 𝐌𝐒𝐌𝐄 𝐒𝐜𝐡𝐞𝐦𝐞𝐬 સાથે આપના વ્યવસાયને આપો નવો વેગ!

એક્સક્લૂસિવ માર્ગદર્શન સેમિનારમાં જોડાઓ, જેનું આયોજન નીચેના સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે:
જિલ્લા ઔદ્યોગિક કેન્દ્ર - ભાવનગર,
સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, અને
સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશીપ ડેવલપમેન્ટ (CED)

🎯 વિષયો:

WOW! કસ્ટમર અનુભવ

MSME યોજનાઓ અને લાભો

🗓️ તારીખ: શુક્રવાર, 30 મે 2025
⏰ સમય: સાંજે 3:30 વાગ્યાથી
📍 સ્થળ: SCCI, રૂમ નં. 315, સાગર કોમ્પ્લેક્સ, જશોનાથ ચોક, ભાવનગર

🎤 વક્તા: ડો. ભરતભાઈ વાઘેલા

✅ નિ:શુલ્ક નોંધણી – બેઠક સંખ્યા મર્યાદિત છે
તમારું સ્થાન સુરક્ષિત કરવા માટે નીચે આપેલ લિંક દ્વારા હમણાંજ નોંધણી કરો!

https://forms.gle/di9CXeUBLnTCSnmX6

Address

Bhavnagar
364001

Opening Hours

Monday 11am - 6pm
Tuesday 11am - 6pm
Wednesday 11am - 6pm
Thursday 11am - 6pm
Friday 11am - 6pm
Saturday 11am - 6pm

Telephone

+919408807980

Alerts

Be the first to know and let us send you an email when Saurashtra Chamber of Commerce & Industry posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Saurashtra Chamber of Commerce & Industry:

Share