Cyber Arena - E Services

Cyber Arena - E Services Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Cyber Arena - E Services, Business service, 5, Shri Ram Complex, Opp. Gayatrinagar, Ghogha Road, Bhavnagar.

15/04/2015
23/12/2012

ભારત એક એવો દેશ છે જ્યાં ક્રિકેટપ્રેમ પહેલા છે અને રાષ્ટ્રપ્રેમ પછી. અહિયાં 26/11 નો મુંબઈ હુમલો ભૂલી જવાય છે અને કોઈ યાદ પણ શુ કામ રાખે ? કસાબને તો ફાંસીએ ચડાવી દેવાયો છે 26/11 તો ઠીક મુંબઈ ટ્રેન હુમલો, અમદાવાદ બોમ્બ વિસ્ફોટ, પુણે બોમ્બ વિસ્ફોટ, સંસદ પરનો હુમલો, કારગીલ યુદ્ધ પણ ભૂલી જવાય છે અરે અમદાવાદ બોમ્બ વિસ્ફોટોમાં તો ઘાયલ હતભાગીઓને તો હોસ્પિટલમાંય વિસ્ફોટો કરી મારી નાખ્યા હતા. પણ એને યાદ રાખી ને શું ફાયદો ? પાકિસ્તાન ક્રિકેટ ટીમ અહિયાં સદભાવના સીરીઝ રમવા આવી છે અને આપણે તો પહેલેથી "અતિથી દેવો ભવઃ" માં માનનારા . ભૂતકાળની આવી અનેક "સદભાવના સીરીઝો" થી ભલે કઈ ના વળ્યું હોય પણ આપણે તો 'લગે રહો' .. સ્વામી વિવેકાનંદ કહી ગયા છે ને કે ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. અને એ માટે આવી દરેક સદભાવના સીરીઝ માં સ્ટેડીયમ ખીચો ખીચ ભરાઈ જશે . અને પાકિસ્તાનને કંઈ આપણા પર કઈ પ્રેમ નથી ઉભરાઈ જતો . એનું ક્રિકેટ બોર્ડ આર્થિક રીતે મરવા પડ્યું છે એટલે આવી "સદભાવના" રસ છે . આ સીરીઝ જો ભારતીય ટીમ જીતીશે તો જશ્ન મનાવાતું હશે અને જો હારશે તો પેટ ભરીને ગાળો અપાતી હશે પણ એક વસ્તુ ની ગેરંટી ત્યાં સુધીમાં પાકિસ્તાનમાં ભારત વિરોધી કેટલાય આતંકીઓ તૈયાર થઇ ગયા હશે .
આ વાંચીને કદાચ કોઈના મનમાં વિચાર આવે કે આવું લોકોને કહેવાથી શું ફાયદો ? સરકારને કહો ને . અમે કોઈએ જઈને થોડું સરકારને કીધું છે ? અરે ભાઈસાબ તમને કોઈ ગનપોઈન્ટ ઉપર સ્ટેડીયમ લઇ જાય છે કે હાથ-પગ બાંધીને ટીવી સામે બેસાડી દે છે . જો મેચ દરમ્યાન સ્ટેડીયમમાં કાગડા ઉડતા હોય તો કયા કાકાને રસ પાડવાનો છે આવી કહેવાતી "સદભાવના સીરીઝો" રમાડવાનો ? અરે કોઈને એ કેમ નથી સમજાતું કે આવી સીરીઝની સફળતાથી કોઈ સદભાવના નથી જાગવાની. ઉલટાનું આપણે વિશ્વભરમાં કાયર તરીકે ચિતરાઈ જશું . પણ છતાય આપણને પાકિસ્તાન ક્રિકેટ સીરીઝ હરે એ વાતથી જ બદલો લીધાનો સંતોષ થઇ જશે. એક વાતની તો ગેરંટી દરેક મેચ વખતે દરેક સ્ટેડીયમ આવા "દેશપ્રેમી ભડવીરો" ના હાકોટા-પડકારા ને ચિચિયારીઓથી ગુંજતું હશે.
*ક્રિકેટમાં મને પણ રસ છે. પણ દેશાભિમાનના ભોગે તો બિલકુલ નહિ.

08/12/2012

Show your commitment to Vote by taking the Pledge on http://on.fb.me/S6wKTE Famous Gujarati personalities - Pujya Morari Bapu, Yusuf Pathan, Sarita Joshi, Ti...

ફાયરફોક્સ, ક્રોમ, સફારી, ઓપેરા... આ બધાં નામ હવે તમને અજાણ્યાં લાગવાના ચાન્સીઝ ઓછા છે કેમ કે ઇન્ટરનેટ એટલે ‘‘ઇન્ટરનેટ એક...
03/11/2012

ફાયરફોક્સ, ક્રોમ, સફારી, ઓપેરા... આ બધાં નામ હવે તમને અજાણ્યાં લાગવાના ચાન્સીઝ ઓછા છે કેમ કે ઇન્ટરનેટ એટલે ‘‘ઇન્ટરનેટ એક્સપ્લોરરનો બ્લુ ‘ઇ’વાળો આઇકોન’’ એ જમાનો આપણે વટાવી ગયા છીએ.

હવે સંખ્યાબંધ કમ્પ્યૂટર્સ પર આઇઇને બદલે ફાયરફોક્સ કે ગૂગલ ક્રોમ બ્રાઉઝર જોવા મળે છે. થોડા સમય પહેલાં સફારીનું નવું વર્ઝન લૉન્ચ થયું ત્યારે રાબેતા મુજબ ‘ફાસ્ટેસ્ટ અને સેફેસ્ટ’ બ્રાઉઝર હોવાનો દાવો થયો હતો, પણ અત્યારે વધુ ને વધુ લોકો ફાયરફોક્સ અપનાવી રહ્યા છે.

કારણ? ‘ફાસ્ટેસ્ટ અને સેફેસ્ટ’વાળી વાત તો ખરી જ, છોગાંમાં લાભ એ છે કે ફાયરફોક્સમાં તમે ઇચ્છો એવી જાતભાતની નવી સગવડો ઉમેરી શકો છો. જો હજી તમે ફાયરફોક્સ ટ્રાય ન કર્યું હોય તો પહેલાં તો www.mozilla.com પર જઈને એનું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરો (ડોન્ટ વરી, ફ્રી જ છે! ફાયરફોક્સ ગુજરાતીમાં પણ મળે છે, જરા ખાંખાંખોળાં કરજો). ઓકે, રેડી? તો હવે પહોંચો ફાયરફોક્સનાં એડઓન્સ કે એક્સ્ટેન્શન્સ તરીકે ઓળખાતાં રમકડાંના મેળામાં - શોપમાં એટલા માટે નહીં કે અહીં બધું જ ફ્રી છે!

પણ પહેલાં, આ એડઓન્સ ખરેખર છે શું એ સમજીએ. પહેલી વાત એ કે ફાયરફોક્સ કમ્યૂનિટી ડેવલપ્ડ પ્રોગ્રામ છે, એટલે કે એક સાથે અસંખ્ય પોતપોતાની આવડત ઉમેરી આ પ્રોગ્રામને વધુ ને વધુ ફીચર રીચ બનાવે છે. એ જ રીતે, અનેક લોકો ફાયરફોક્સમાં ઉમેરી શકાય એવા નાના નાના પ્રોગ્રામ બનાવે છે, જે આ પ્રોગ્રામને વધુ ને વધુ યુઝર ફ્રેન્ડલી બનાવે છે. જેમ કે, તમારે યુટ્યૂબનો કોઈ વિડિયો ડાઉનલોડ કરવો હોય, તો ફાયરફોક્સનું એક એડડોન ડાઉનલોડ કરી ઇસ્ટોલ કરી લેવાનું. પછી જ્યારે યુટ્યૂબ પર વિડિયો જુઓ ત્યારે વીડિયો સાથે એક લિંક દેખાય, જેના પર ક્લિક કરીને વિડિયો ડાઉનલોડ કરી શકો.

ઓટોકોપી નામનું એક એડઓન એવું છે, જે તમે ઇન્સ્ટોલ કર્યું હોય તો કોઈ પણ વેબપેજ પર તમે કોઈ ટેક્સ્ટ માઉસથી સિલેક્ટ કરો એ સાથે એ ક્લિપબોર્ડ પર કોપી થઈ જાય, ‘કન્ટ્રોલ પ્લસ સી’ કરવાની જરૂર નહીં! ઓટોપેજર નામનું એક એડઓન, તમે કોઈ વેબપેજના છેડે પહોંચો એટલે આપોઆપ તેના પછીનું પેજ ઓપન કરી આપે છે. વિકિલૂક નામના એડઓનથી, શિફ્ટ પ્રેસ કરીને વેબપેજ પરના કોઈ શબ્દ પર માઉસ લઈ જાવ એટલે તરત તેનો વિગતવાર અર્થ જાણવા મળે. કાર્તિકેય પટેલ નામના એક ગુજરાતીએ ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટરનું એડઓન બનાવ્યું છે!

હવે સવાલ એ છે કે આ બધાં એડઓન ફાયરફોક્સમાં એડ કેવી રીતે કરવાં? સૌથી સહેલો જવાબ છે ફાયરફોક્સની મદદથી! બીજા કોઈ બ્રાઉઝરમાં www.addons.mozilla.org સાઇટ પર જશો તો એમાં એડઓન્સ ડાઉનલોડ કરવાનો ઓપ્શન હશે, જ્યારે ફાયરફોક્સમાં સીધું જ એને ફાયરફોક્સમાં એડ કરવાનો ઓપ્શન મળશે.

ફાયરફોક્સ પર હજારોની સંખ્યામાં એડઓન ઉપલબ્ધ છે, અને કરોડોની સંખ્યામાં એ બધાં ડાઉનલોડ થયાં છે. નવું નવું હશે ત્યારે થોડું કડાકૂટ જેવું લાગશે, પણ પછી જોઈતું કામ ફટાફટ થશે ત્યારે બધી તકલીફ ભૂલાઈ જશે.
Source : Cybersafar Magazine

 # # 7 Steps जिससे आपका फेसबुक एकाउंट सुरक्षित होगा  # #1. आपका फेसबुक पासवर्ड मजबूत बनाओ : कम से कम छह संख्या, अक्षर, औ...
21/09/2012

# # 7 Steps जिससे आपका फेसबुक एकाउंट सुरक्षित होगा # #
1. आपका फेसबुक पासवर्ड मजबूत बनाओ : कम से कम छह संख्या, अक्षर, और विराम चिह्न का एक संयोजन का उपयोग करें | उदाहरण के तौर पर F@CEboook #123
2. सुनिश्चित करें कि आपके email account(s) सुरक्षित हैं
3. अगर आपका computer किसी के साथ share कर रहे हो या public computer (eg. cyber cafe) का उपयोग कर रहे हो तो computer छोड़ने से पहेले ये सुनिश्चित करे के आपने अपने facebook a/c logout किया है
4. अपने computer में licensed antivirus software का उपयोग करे
5. अपने facebook a/c में security question अवश्य डाले
6. facebook के extra security features का उपयोग अवश्य करे
7. wall post में या chat windows में दिख रही किसी भी link पे सोच samajkar click या download करे.

14/09/2012

E-mail returned to sender -- insufficient voltage.

Address

5, Shri Ram Complex, Opp. Gayatrinagar, Ghogha Road
Bhavnagar
364002

Telephone

+91 278 25 63 853

Website

Alerts

Be the first to know and let us send you an email when Cyber Arena - E Services posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Cyber Arena - E Services:

Share