Pravin Chaudhary - GuruKrupa

Pravin Chaudhary - GuruKrupa ચહેરો નહી વ્યક્તિત્વને ચમકાવો....!

23/07/2021

#૨૦૧૭નુ_એ_ભયાનક_પુર
2017ના એ ભયાનક દિવસો હજુયે આંખ સામે છે,આજે ચાર વર્ષ પછી પણ સ્થિતિ એ જ છે...,
કદાચ પુર સમયે કંઇક આગોતરું આયોજન કરેલ હોત તો આજે કદાચ ધાનેરા વિસ્તારને પાણીની સમસ્યાનો સામનો ના કરવો પડ્યો હોત,.
#2017

24/09/2020
કોરોના વિશે સંત શ્રી રાજારામજીએ વર્ષો પહેલા કહેલું કે , એવો જમાનો આવશે કે મહામારી વધી જશે અને આખી દુનિયામાં હાહાકાર મચી ...
02/04/2020

કોરોના વિશે સંત શ્રી રાજારામજીએ વર્ષો પહેલા કહેલું કે , એવો જમાનો આવશે કે મહામારી વધી જશે અને આખી દુનિયામાં હાહાકાર મચી જશે,
પુજ્ય ગુરૂજીએ એવું પણ કહેલું કે ટાબરારી(બાળકોને) ભણાવશો તો આકાશમાં મારગ કરી દેશે , જે આજે વિમાન સ્વરૂપે સત્ય સાબિત થાય છે.
વધુમાં કહ્યુ છે કે, કરમ-ધરમ હટી જશે સૌ પૈસા કમાવવામાં રચ્યા-પચ્યા રહેશે,
પાપી ભગવાનને ભુલી જશે ચેલા ગાદી પર બેસી ગુરૂને જ્ઞાન આપશે,
અનાજ અને પાણી વેચાશે,
ધરતી બીજ આપવાની શક્તિ ઓછી કરી દેશે, ઈન્દ્ર સમયસર વરસાદ નહી વરસાવે,
માણસ એટલું વધી જશે કે અનાજ મેળવવું મુશ્કેલ(ભુખમરો) બની જશે , ભુખથી પ્રાણ ત્યજી દેવા પડશે,
પાપ ઘણું વધી જશે, ભગવાન પર પણ લોકો શંકા કરશે,
રાજાઓ રાજ ત્યજી દેશે (ત્યારે રજવાડા હતા) ,
ભાઈ-ભાઈમાં ઝઘડાઓ થશે,
બેટો બાપનું કહેવું માનશે નહી,
સાસું રસોડાનું કામ કરશે ,વહું ખાટલે બેઠી સસરા પાસે પાણી મંગાવશે,
જાત-પાતની રીત નહી રહે બધી એક જ જ્ઞાતિ બની જશે.

15/07/2018

જડિયા નગરની પાવન ધરા, અને એ જ જડિયા ગામની એક પરંપરા છે, વર્ષો જુની પરંપરા અને એ પરંપરાને આધુનિક ટેક્નોલોજીના યુગમાં પણ ગામના હેતાળ લોકો જાળવી રાખી છે. એવું કહેવાય છે કે, ખેડુત આકાશ સામે મીટ માંડી બેઠો હોય, જેઠ પુરો થઈ ગયો હોય, અને અષાઠ મહીના બીજ હોય, તેમ છતાં વરસાદના કઈ વાવડ ના હોય, અને ત્યારે ગામ લોકો એકઠા થઈને ભગવાન ભોળેનાથના મંદિરથી લઈને માં પાર્વતીના મંદિર સુધી ઢોલના નાદ સાથે, ધ્વજા સાથે મેહુલીયાને એ મેઘરાજાને રીજવવાં રથયાત્રાનુ આયોજન કરવામાં આવે છે, અને ઈતિહાસ સાક્ષી પુરે છે સાહેબ, જ્યારે જ્યારે નગરના અઢારે વર્ણના લોકો ભેગા મળીને સાચી શ્રધ્ધાથી, મનના સાચા ભાવથી આ યાત્રામાં ભાગ લે છે ત્યારે આ જડિયા નગરની ધરતીને ભીંજવવા આવવું જ પડે છે.
આવી જ એક ઘટના ગઈ કાલે બની..
અષાઠ આવ્યો તોય જડિયાની ધરતી કોરીને કોરી રહી ગઈ, ગત વર્ષે ભયંકર પુર આવ્યુને ચોમાસું સિઝન નિષ્ફળ ગઈ, આ વર્ષે ખેડુત આકાશમાં ચાતક નજરે મીટ માંડીને વરસાદના વધામણાની રાહ જોઈને બેઠા હતા, ડર હતો કે કચાદ વરસાદના ના આવ્યો તો પડ્યા પર પાટું જેવી સ્થિતિ થશે, પણ આ તો જડિયા નગરની વાત, જ્યા માં ભગવતિ પાર્વતિમાંના બેહણા હોય... લોય વાયકામાં શ્રધ્ધા હતી, વિશ્વાસ હતો... ખુબ સુંદર રીતે રથયાત્રાનું આયોજન થયુ. એમાં અબાલ-વૃધ્ધ માતાઓ-બહેનો અંતરના ભાવથી સાચી શ્રધ્ધાથી સૌ જોડાયા, મન મુકીને નૃત્ય કર્યા....અને..........અને.....મેઘો મહેરબાન થયો ભાઈ......ભાઈ......
હવે આ જગ્યા ઢોલની જ્યાએ ડી.જે. લીઘી છે, તેમ છતાં ઠોલ તો જોઈએ જ... આપણી આ વર્ષોથી ચાલી આવતી પરંપરા, આપણી આ સંસ્કૃતિને જાળવવી એ આપણી સૌની ફરજ છે...
જય જગન્નાથ...
લિ.-✍🏻આપનો પ્રવિણ ચૌધરી (ગુરૂકૃપા) Pravin Chaudhary -
વડિલોના મોઢે સાંભળેલી વાતો માંથી મારી સમજ મુજબનુ રૂપાંતર....

18/06/2014

Address

Gurukrupa Medical Agency Dhanera
Dhanera
385310

Alerts

Be the first to know and let us send you an email when Pravin Chaudhary - GuruKrupa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Pravin Chaudhary - GuruKrupa:

Share