BJP Dholka

BJP Dholka Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from BJP Dholka, Aerospace Company, Dholka.

આત્મનિર્ભર ગુજરાતના સર્વાંગી વિકાસને સમર્પિત, પારદર્શક વહીવટ, સરળતા, સાદગી અને સંવેદનશીલ નેતૃત્વના પ્રતિક એવા આપણા સૌના ...
15/07/2026

આત્મનિર્ભર ગુજરાતના સર્વાંગી વિકાસને સમર્પિત, પારદર્શક વહીવટ, સરળતા, સાદગી અને સંવેદનશીલ નેતૃત્વના પ્રતિક એવા આપણા સૌના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. 🌹

આપના દૃઢ નેતૃત્વમાં આપણુ ગુજરાત વિકાસના નવા શિખરો સર કરે અને જનકલ્યાણના કાર્યો સતત નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ.

પરમાત્મા આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય, અખૂટ શક્તિ અને લોકસેવાના પવિત્ર કાર્યમાં સતત યશ તથા સફળતા પ્રદાન કરે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના. 🙏

💐 જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ માનનીય શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ 💐
Bhupendra Patel

11/07/2026
ગઈ કાલ રાત્રે સાંઈ દર્શન સોસાયટી માં વરસાદી પાણી ભરવા ના નિકાલ માટે ધોળકા નગરપાલિકાનો દ્વારા તેનો તાત્કાલિક અમલમાં લાવીન...
07/07/2026

ગઈ કાલ રાત્રે સાંઈ દર્શન સોસાયટી માં વરસાદી પાણી ભરવા ના નિકાલ માટે ધોળકા નગરપાલિકાનો દ્વારા તેનો તાત્કાલિક અમલમાં લાવીને પાણીનો નિકાલ કરવા માં આવ્યો

ગુજરાતના સપૂત અને વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા, આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે સાણંદ ...
05/07/2026

ગુજરાતના સપૂત અને વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા, આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે સાણંદ ખાતે CG Semi કંપનીની Outsourced Semiconductor Assembly and Test (OSAT) ફેસિલિટીના કોમર્શિયલ પ્રોડક્શનના શુભ પ્રારંભ પ્રસંગે ભાવભર્યું સ્વાગત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.

આ અવસરે માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માન. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા સાથી ધારાસભ્યશ્રીઓ પણ હાજર રહ્યા હતા.

આદરણીય વડાપ્રધાનશ્રી સાથેની આ આશીર્વાદરૂપી મુલાકાત જીવનની અવિસ્મરણીય ક્ષણ બની રહેશે. તેમના પ્રેરણાદાયી વ્યક્તિત્વ, દૂરંદેશી નેતૃત્વ અને રાષ્ટ્રસેવાના સંકલ્પમાંથી જનસેવા માટે નવી ઊર્જા, નવી પ્રેરણા અને વધુ સમર્પણ સાથે કાર્ય કરવા માટે શક્તિ પ્રાપ્ત થશે.

માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને આશીર્વાદ મારા માટે હંમેશા પ્રજાની સેવા, વિકાસ અને રાષ્ટ્રહિતના કાર્યો માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.

જય હિંદ 🇮🇳

ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મના ગૌરવને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરનાર મહાન યુગદ્રષ્ટા સન્યાસી, રાષ્ટ્રચેતનાના શિલ્પી અન...
04/07/2026

ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મના ગૌરવને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરનાર મહાન યુગદ્રષ્ટા સન્યાસી, રાષ્ટ્રચેતનાના શિલ્પી અને કરોડો યુવાનોના પ્રેરક સ્વામી વિવેકાનંદજીની પુણ્યતિથિએ સાદર વંદન.

સ્વામીજીએ ભારતની સુષુપ્ત આત્મશક્તિને જગાડીને રાષ્ટ્ર નિર્માણ કાજે યુવા પેઢીના ચારિત્ર્ય ઘડતર પર વિશેષ ભાર મૂક્યો હતો.

તેમનું ધ્યેયનિષ્ઠ જીવન, આધ્યાત્મિક ચિંતન અને ઓજસ્વી વિચારો આપણને સૌને આત્મકલ્યાણ માટે તેમજ માનવ કલ્યાણ અને રાષ્ટ્ર કલ્યાણ માટે અવિરત કાર્ય કરવાની સદૈવ પ્રેરણા આપતા રહેશે.

સંગઠન સર્વોપરી છે
03/07/2026

સંગઠન સર્વોપરી છે

🏛️ દિશા (District Development Coordination & Monitoring Committee) બેઠક સર્કિટ હાઉસ એનેક્ષી, શાહીબાગ અમદાવાદ ખાતે સંસદસભ...
01/07/2026

🏛️ દિશા (District Development Coordination & Monitoring Committee) બેઠક

સર્કિટ હાઉસ એનેક્ષી, શાહીબાગ અમદાવાદ ખાતે સંસદસભ્ય (અમદાવાદ પૂર્વ) તથા દિશા સમિતિના અધ્યક્ષ માન. શ્રી હસમુખભાઈ પટેલશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી દિશા સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો.

આ બેઠકમાં સરકારશ્રીની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓના લાભો જનતા સુધી પહોંચાડવા અંગે થયેલી કામગીરી અને પ્રગતિનો વિગતવાર અહેવાલ રજૂ કરવામાં આવ્યો.

આ અંતર્ગત આપણા ધોળકા શહેરમાં PM સ્વનિધિ યોજના હેઠળ નાના ધંધાર્થીઓ માટે ₹15,000, ₹25,000 તથા ₹50,000 સુધીની લોન માટે કુલ 247 અરજીઓ સામે 159 અરજીઓ મંજૂર થઈ છે અને 155 નાના વ્યવસાયિકોને લોનનું વિતરણ કરવામાં આવ્યું છે.

બેઠકમાં અમદાવાદ જિલ્લા તેમજ અમદાવાદ શહેર અને સમાવિષ્ટ નગરપાલિકા વિસ્તારોમાં ચાલી રહેલા વિવિધ વિકાસકાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓની પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવી.

આ પ્રસંગે AMC મેયર શ્રી હિતેશભાઈ બારોટ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજીતસિંહ ગોહિલ, જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લાના સાથી ધારાસભ્યશ્રીઓ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

30/06/2026

Address

Dholka
382225

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP Dholka posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share