13/04/2018
માનનીય વેપારીશ્રીઓ,
ગુજરાત સરકાર દ્વારા તારીખ ૧૧.૦૪.૨૦૧૮ દ્વારા જાહેર કરવામાં આવેલ નોટીફીકેશન નંબર GSL/GST/RULE-138(14)/B.12 મુજબ તારીખ ૧૫.૦૪.૨૦૧૮ ના રોજ થી ગુજરાતમાં માલના વ્યવહાર જો રૂ. ૫૦,૦૦૦/- કે તેથી વધુની કિંમતના હોય તો તે માટે થઇ ને ઈ – વે બિલ જનરેટ કરવું ફરજીયાત બની રહેશે.
નોટીફીકેશન ની લીંક :: -https://commercialtax.gujarat.gov.in/vatwebsite/download/cir_noti/NOTI/e%20way%20bill%20for%20Intra%20State%20Movement%20.pdf
નીચે દર્શાવેલ ૧૯ ચીજ - વસ્તુઓ માટે રૂ. ૫૦,૦૦૦/- કે તેથી વધુ નો વ્યવહાર કરવામાં આવે ત્યારે કોઇપણ શહેર ની મહાનગરપાલિકા ની બહાર અથવા તો કોઈ બીજા શહેરમાં કરવામાં આવતા ` ૫૦,૦૦૦/- કે તેથી વધુના વ્યવહાર માટે ઈ – વે બિલ જનરેટ કરવું જરૂરી બની રહે છે.
1. ALL KINDS OF EDIBLE OILS (દરેક પ્રકારના ખાધ – તેલ)
2. ALL KINDS OF TAXABLE OIL SEEDS (દરેક પ્રકારના કર પાત્ર તેલીબીયા)
3. ALL KINDS OF OIL CAKES (દરેક પ્રકારના ખોળ)
4. IRON AND STEEL (આર્યન અને સ્ટીલ)
5. FERROUS AND NON – FERROUS METAL AND SCRAP THEREOF (ફેરસ – નોન ફેરસ મેટલ સ્ક્રેપ)
6. CERAMIC TILES (સિરામિક ટાઈલ્સ)
7. BRASS PARTS AND BRASS ITEMS (બ્રાસ પાર્ટ્સ અને બ્રાસ આઈટમ)
8. PROCESSED TO***CO AND PRODUCTS THEREOF (પ્રકિયા કરેલ તમાકુ)
9. CIGARETTE, GUTKHA AND PAN – MASALA (સિગરેટ, ગુટકા, પાન – મસાલા)
10. ALL TYPES OF YARNS (દરેક પ્રકારના યાર્ન)
11. ALL TYPES OF PLYWOOD, BLOCK BOARD, DECORATIVE AND LAMINATED SHEETS (પ્લાયવુડ, બ્લોક બોર્ડ, લેમિનેટસ)
12. COAL INCLUDING COKE IN ALL ITS FORMS (કોલસો, પેટકોક)
13. TIMBER AND TIMBER PRODUCTS (લાકડું અને લાકડાના સાધનો)
14. CEMENT (સિમેન્ટ)
15. MARBLE AND GRANITE (માર્બલ અને ગ્રેનાઈટ)
16. KOTA STONES (કોટા સ્ટોન)
17. NAPHTHA (નેપ્થા)
18. LIGHT DIESEL OIL (લાઈટ ડીઝલ ઓઈલ)
19. TEA (IN LEAF OR POWDER FORM) (ચા પત્તી તથા ભૂકી સ્વરૂપે)
ઉપર જણાવેલ ૧૯ કોમોડીટી સિવાય ની કોઈ કોમોડીટીમાં કોઇપણ મૂલ્યના માલનો ઇન્ટર – સીટી (શહેર ની અંદર) કે ઇન્ટ્રા – સ્ટેટ (રાજ્ય ની અંદર એક શહેર માંથી બીજા શહેરમાં) વ્યવહાર કરતા વેપારીઓને ઈ – વે બીલ જનરેટ કરવું જરૂરી નથી.
પરંતુ તેવા વેપારીઓએ માલ (Goods) સાથે ટેક્ષ ઇન્વોઇસ, ડીલેવરી ચલણ, બીલ ઓફ સપ્લાય, અથવા તો બીલ ઓફ એન્ટ્રી સાથે રાખવી જરૂરી બની રહે છે.
ઇન્ટર – સીટી મુવમેન્ટ અને ઇન્ટ્રા સ્ટેટ મુવમેન્ટ શબ્દો ની સ્પષ્ટતા માટે ગુજરાત સરકાર દ્વારા તારીખ ૩૧.૦૧.૨૦૧૮ ના રોજ સર્ક્યુલર ક્રમાંક : ગુજકા/જીએસટી /૧૭-૧૮/જા.૭ થી કરવામાં આવેલ છે.
https://commercialtax.gujarat.gov.in/vatwebsite/download/cir_noti/CIR/Intructions%20for%20e-way%20Bill%20under%20GST.pdf
· ઇન્ટર – સીટી મુવમેન્ટ : એટલે કે કોઈ પણ શહેર ની મહાનગરપાલિકા ની હદ માં આવતા એરિયા માટે
· ઇન્ટ્રા સ્ટેટ મુવમેન્ટ : એટલે કે એક શહેર થી બીજા શહેર ના વ્યવહાર માટે
ઉપર બતાવ્યા મુજબ ની ૧૯ કોમોડીટી માટે ઇન્ટર – સીટી મુવમેન્ટ કરતા વેપારીઓએ પણ ઈ – વે બીલ જનરેટ કરવું જરૂરી નથી પરંતુ માલ (Goods) સાથે ટેક્ષ ઇન્વોઇસ, ડીલેવરી ચલણ, બીલ ઓફ સપ્લાય, અથવા તો બીલ ઓફ એન્ટ્રી સાથે રાખવી જરૂરી બની રહે છે.
જોબ – વર્ક ના કિસ્સામાં કોઇપણ મૂલ્યની અને જોબ – વર્ક સિવાયના કિસ્સામાં રૂ. ૫૦, ૦૦૦/- થી વધુ મુલ્ય ધરાવતી લગભગ દરેક કરપાત્ર ચીજ – વસ્તુની આંતરરાજ્ય હેરફેર માટે ઈ – વે બિલ નો ઉપયોગ ફરજીયાત કરવાનો રહેશે.
ઈ – વે બિલ નો સંબંધ માલ હેરફેરને છે અને આથી માલ વેચાણ સિવાયના કિસ્સામાં પણ એટલે કે જોબવર્ક, માલ પરત, એક્ઝીબીશન માટે લઇ જવાતો માલ, બ્રાંચ ટ્રાન્સફર વગેરે જેવા દરેક કિસ્સામાં ઈ – વે બિલ કાઢવું ફરજીયાત પણે જરૂરી બની રહે છે.