06/05/2023
હાલ નો આ વિડિઓ મહેસાણા હબ ટાઉન , એસ.ટી સ્ટેન્ડ ખાતે ક્રેન પલટી ગયેલ તે દૂરઘટના નો છે જે ઘટના માં ભાનુશાલી જ્ઞાતિ ના બે વ્યક્તિઓ નામે આસુભાઈ ફકીરભાઈ ભાનુશાલી (દામા) ઉ.વ ૬૫ તથા તેમના પૌત્ર તીર્થ રાજેશભાઈ ભાનુશાલી ઉ.વ ૧૦, રહે - મહેસાણા ના ઓ ગંભીર રીતે ઈજા પામેલ છે અને હાલ માં તેઓ હોસ્પિટલ માં સારવાર હેઠળ છે .
- આ ઘટના નગરપાલિકા મહેસાણા અને સરકાર શ્રી ની બેદરકારી અને બેકાળજી ને કારણે થયેલ છે કારણકે સરકાર શ્રી ના વખતો વખત ના આદેશ હોવા છતાં જાહેર માર્ગ પર દિવસ દરમ્યાન આવી કામગીરી કરવામાં આવતી હતી અને ક્રેન ની કેપેસિટી કરતા પણ વધુ વજન ઊંચકવામાં આવતા હાલ ની આ ધટના બનવા પામેલ છે. છતાં પણ આજે ૪ દિવસ વીતી ગયા છતા પણ જવાબદાર અધિકારી કે ક્રેન ચાલક ની કે અન્ય કોઈ જવાબદાર ની અટકાયત કરવા માં આવેલ નથી કે સરકાર શ્રી તરફથી તેઓને યોગ્ય સારવાર કરાવવા સારૂ કોઈ પણ પગલાં લેવામાં આવેલ નથી જે ભાનુશાલી જ્ઞાતિ માટે અત્યંત દુઃખ ની બાબત ગણાય અને જેથી હાલ નો આ વિડિઓ વધુ માં વધુ શેર કરવા વીનંતી કે જેથી આ હકીકત રાજ્ય ના માર્ગ અને વાહન વ્યહર મંત્રી શ્રી , ગૃહ મંત્રી શ્રી તથા મુખ્યમંત્રી શ્રી સુધી પોહચી શકે .
જય ભાનુશાલી એક ભાનુશાલી