Gujarati Motivational Quotes

Gujarati Motivational Quotes This page carries motivational quotes and life lessons in Gujarati.

*** તમારી ૧૦૦ કરોડથી આગળની ઉડાન માટે માર્ગદર્શન ***જો તમારો ધંધો એક લેવલ સુધી પહોંચી ગયો હોય, અને તમે એ માનતા હો કે મોંઘ...
15/04/2026

*** તમારી ૧૦૦ કરોડથી આગળની ઉડાન માટે માર્ગદર્શન ***

જો તમારો ધંધો એક લેવલ સુધી પહોંચી ગયો હોય, અને તમે એ માનતા હો કે મોંઘી ભૂલો કરવાને બદલે યોગ્ય માર્ગદર્શન લઇને ધંધાના નિર્ણયો લેવાનું ડહાપણભર્યું અને વાજબી હોય છે, તો અમારો સંપર્ક કરો.

અમુક સાઇઝથી મોટા સિલેક્ટેડ SME ધંધાઓને નેક્ષ્ટ લેવલ પર જવામાં મદદ કરવા માટે અમારી બિઝનેસ કોચિંગ સેવાઓ વિશે જાણવા તેમજ WhatsApp/Telegram ગ્રુપ્સ મારફતે નિયમિત અમારા બિઝનેસ ટીપ્સના મેસેજીસ મેળવવા તથા અમારા કામ સંબંધિત બધી જ લીન્ક્સ માટે અહીં ક્લીક કરોઃ
https://linktr.ee/sanjayshah912

🙏 તમારા ધંધાની Next લેવલની સફળતા માટે શુભેચ્છાઓ 🙏

*******************
વધુ વીગત માટે સંપર્કઃ
સંજય શાહ
ફોન: +91-9322233323
ઇ-મેલ: [email protected]


*** તમારી ૧૦૦ કરોડથી આગળની ઉડાન માટે માર્ગદર્શન ***જો તમારો ધંધો એક લેવલ સુધી પહોંચી ગયો હોય, અને તમે એ માનતા હો કે મોંઘ...
13/04/2026

*** તમારી ૧૦૦ કરોડથી આગળની ઉડાન માટે માર્ગદર્શન ***

જો તમારો ધંધો એક લેવલ સુધી પહોંચી ગયો હોય, અને તમે એ માનતા હો કે મોંઘી ભૂલો કરવાને બદલે યોગ્ય માર્ગદર્શન લઇને ધંધાના નિર્ણયો લેવાનું ડહાપણભર્યું અને વાજબી હોય છે, તો અમારો સંપર્ક કરો.

અમુક સાઇઝથી મોટા સિલેક્ટેડ SME ધંધાઓને નેક્ષ્ટ લેવલ પર જવામાં મદદ કરવા માટે અમારી બિઝનેસ કોચિંગ સેવાઓ તેમજ અમારા કામ સંબંધિત બધી જ લીન્ક્સ માટે અહીં ક્લીક કરોઃ
https://linktr.ee/sanjayshah912

🙏 તમારા ધંધાની Next લેવલની સફળતા માટે શુભેચ્છાઓ 🙏

*******************
વધુ વીગત માટે સંપર્કઃ
સંજય શાહ
ફોન: +91-9322233323
ઇ-મેલ: [email protected]


જીવનયાત્રા - જીવનમાં શાંતિનો મંત્રશું તમે તમારા જીવનમાં શાંતિ ઝંખો છો? બિનજરૂરી માનસિક તણાવથી બચવા માગો છો? તો નજીવી દલી...
23/03/2026

જીવનયાત્રા - જીવનમાં શાંતિનો મંત્ર

શું તમે તમારા જીવનમાં શાંતિ ઝંખો છો? બિનજરૂરી માનસિક તણાવથી બચવા માગો છો? તો નજીવી દલીલો જીતવાનો મોહ છોડી દો.
જીવનમાં એવું થયા કરે કે કોઇ આપણી સાથે અસંમત થાય કે આપણા મંતવ્યોથી ભિન્ન હોય એવી વાત કરે. એ વખતે એમને ખોટા પાડવાની તાલાવેલીને રોકીને માત્ર એક નાનું સ્મિત આપીને વાત બદલી નાખો અથવા તમારા કામમાં લાગી જાઓ.

યાદ રાખોઃ જીવન ખૂબ ટૂંકું છે.

આવી તુચ્છ બાબતોમાં તમારા ઇગોને વચ્ચે ન લાવો. આપણે જ સાચા છીએ એવું સાબિત કરવાની કે બધાંને સીધા કરી નાંખવાની જીદ છોડતાં શીખી જશો, તો તમે તમારો કિંમતી સમય અને મનની શાંતિ - બંને બચાવી શકશો.

ધંધાની વાત…સાચો લીડર ખરેખર સાંભળે છે, અને સમજ્યા બાદ જ જવાબ આપે છે.
13/02/2026

ધંધાની વાત…

સાચો લીડર ખરેખર સાંભળે છે, અને સમજ્યા બાદ જ જવાબ આપે છે.

અમુક ચોક્કસ સાઇઝથી મોટા, એક જ વ્યક્તિના નેતૃત્વ હેઠળ સંચાલિત વિકાસશીલ SME ધંધાઓને એમની સ્ટ્રેટેજી, સિસ્ટમ્સ, પ્ર...

સ્થિર નેતૃત્વ, સક્ષમ ટીમ: બિઝનેસ લીડરશીપમાં પ્રેડિક્ટેબિલિટીની તાકાતકલ્પના કરો કે તમે એક અત્યંત ભીડવાળા વ્યસ્ત રસ્તા પર ...
13/02/2026

સ્થિર નેતૃત્વ, સક્ષમ ટીમ: બિઝનેસ લીડરશીપમાં પ્રેડિક્ટેબિલિટીની તાકાત

કલ્પના કરો કે તમે એક અત્યંત ભીડવાળા વ્યસ્ત રસ્તા પર ચાલી રહ્યા છો...
સમય ઓછો છે અને તમને ઉતાવળ છે. તમારી બરાબર આગળ એક વ્યક્તિ ચાલી રહી છે. તમે સ્વાભાવિક રીતે જ જમણી બાજુથી એમને ઓવરટેક કરીને આગળ વધવાનો પ્રયાસ કરો છો, ત્યાં જ અચાનક પેલી વ્યક્તિ પણ જમણી તરફ ફંટાય છે. તમારો રસ્તો રોકાય છે.

તમે ધીરજ રાખીને ફરીથી ડાબી બાજુથી નીકળવાની કોશિશ કરો છો, પણ કમનસીબે એ વ્યક્તિનું વલણ ફરી બદલાય છે અને એ પણ ડાબી તરફ વળે છે. તમારા માટે આગળ વધવાની તમામ શક્યતાઓ ધૂંધળી થતી જણાય છે, એટલે તમે નાછૂટકે એમની પાછળ ધીમા ડગલે એમની ઝડપ સાથે તાલમેલ મિલાવીને ચાલવાનું પસંદ કરો છો. પણ ત્યાં તો વળી પાછું નવું નાટક! અચાનક એમની ગતિ ઘટી જાય છે, તમારે સ્પીડમાં બ્રેક મારવી પડે છે; અને જેવી તમારી ગતિ ધીમી પડે કે તરત જ એ વ્યક્તિ ફરી પૂરપાટ વેગે ચાલવા માંડે છે...! આપણને દરેકને આવી ભમતી નડતરનો અનુભવ ક્યારેક તો થયો જ હોય છે...

આગળ ચાલતી વ્યક્તિની આવી અનિયમિત, અણધારી અને અસ્થિર વર્તણૂક તમારા મનમાં કેટલી અકળામણ જન્માવશે? તમારા મનમાં એક જ પ્રશ્ન ઘૂમરાયા કરશે કે આ રસ્તો ક્યારે પૂરો થાય અથવા ક્યારે આ વ્યક્તિ પોતાના રસ્તે પહોંચી જાય અને મારો માર્ગ મોકળો કરે...! અંતે, કંટાળીને તમે તમારી દિશા બદલી નાખશો અથવા તો બીજા કોઈ વૈકલ્પિક માર્ગની શોધ કરશો.

કોર્પોરેટ જગતમાં બિઝનેસ લીડરશીપનું ગણિત પણ કંઈક આવું જ છે.

એક લીડર તરીકે જો તમારું વર્તન અને નિર્ણયો લોલકની જેમ સતત બદલતા રહે, જો તમારી કાર્યશૈલી અને ગતિમાં વારંવાર અણધાર્યા 'સ્પીડ-બ્રેકર્સ' આવ્યા કરે, તો તેની સીધી અસર તમારી ટીમ પર પડે છે. જ્યારે તમારા નેતૃત્વમાં સ્થિરતાનો અભાવ હોય છે, ત્યારે ટીમ મેમ્બર્સ માટે ભવિષ્યનું આકલન કરવું મુશ્કેલ બની જાય છે.

જ્યારે કોઈ ટીમ મેમ્બરને એવો અહેસાસ થાય છે કે અહીં આગામી પગલું શું હશે તેનું કોઈ અનુમાન કરી શકાય એમ નથી, કે પછી પોતાની કારકિર્દીનો ગ્રાફ કઈ દિશામાં જશે તે અનિશ્ચિત છે, ત્યારે તે હતાશા અનુભવે છે. ખાસ કરીને જે લોકો મહત્ત્વાકાંક્ષી છે, જેઓ જીવનમાં ઝડપથી આગળ વધવા માગે છે, તેઓ આવા અનિશ્ચિત વાતાવરણમાં ગૂંગળામણ અનુભવે છે. પરિણામે, તેઓ તમારા બિઝનેસની બસમાંથી ઉતરીને, બીજી કોઈ એવી જગ્યાએ જવાનું પસંદ કરે છે જ્યાં તેમને સ્પષ્ટ દિશા અને મોકળો માર્ગ મળી રહે.

આવી પરિસ્થિતિમાં સરવાળે નુકસાન તો આપણી કંપનીને જ થાય છે. પ્રતિભાશાળી લોકોના જવાથી આપણી ટીમ પાંગળી અને નબળી બનતી જાય છે.

સફળ નેતૃત્વની નિશાની એ છે કે તમારી લીડરશીપ સ્ટાઇલ પૂર્વાનુમાનિત એટલે કે પ્રેડિક્ટેબલ હોવી જોઈએ. તેનો અર્થ એ નથી કે તમે જડ બનો, પણ તમારા બધા નિર્ણયોમાં એક સુસંગતતા (Consistency) હોવી અનિવાર્ય છે. જ્યારે ટીમને અણગમતા આંચકાઓ ઓછા લાગે છે અને દિશા સ્પષ્ટ દેખાય છે, ત્યારે તેઓ સંપૂર્ણ વિશ્વાસ અને સ્થિર મનથી કામ કરી શકે છે.

યાદ રાખો, ટીમ ત્યારે જ કંપનીના વિકાસમાં સર્વશ્રેષ્ઠ યોગદાન આપી શકે છે, જ્યારે તેનો સારથી સતત રસ્તો બદલવાને બદલે રસ્તો બતાવવામાં માહેર હોય!

“સ્કેલિંગ-અપ”: ધંધાર્થીની આંતરિક સાધનાનું પરિણામ જ્યારે કોઈ ધંધો સામાન્ય સીમાડાઓ ઓળંગીને અસાધારણ સફળતાના શિખરો સર કરે છે...
23/01/2026

“સ્કેલિંગ-અપ”: ધંધાર્થીની આંતરિક સાધનાનું પરિણામ

જ્યારે કોઈ ધંધો સામાન્ય સીમાડાઓ ઓળંગીને અસાધારણ સફળતાના શિખરો સર કરે છે, ત્યારે તેની પાછળ માત્ર જબરદસ્ત સ્ટ્રેટેજીનું દિમાગ જ નથી હોતું, પણ તેના સૂત્રધારના વ્યક્તિત્વની સુગંધ પણ સામેલ હોય છે. સ્કેલિંગ-અપ એ માત્ર આંકડાકીય વૃદ્ધિ નથી હોતી, પરંતુ તેના લીડરના વ્યક્તિત્વનું વિસ્તરણ પણ હોય જ છે.
કોઈપણ ધંધાને નેક્ષ્ટ લેવલ પર લઈ જનાર લીડરમાં અમુક ચોક્ક્સ ગુણો જોવા મળે છેઃ

૧. અતુટ શિસ્ત અને કાર્યનિષ્ઠા
સફળ બિઝનેસ લીડર માટે શિસ્ત એ જીવનશૈલી હોય છે. તેઓ હંમેશા કામ પર સૌથી વહેલા પહોંચી અને મોડે સુધી વ્યસ્ત રહીને એક આદર્શ ઉદાહરણ પૂરું પાડે છે. દરેક સફળ ધંધાર્થી તેમની કંપનીના કોઇ પણ કર્મચારી કરતાં વધારે સમય કામ કરતા હોય છે. માત્ર આદેશ આપવાને બદલે પોતે સક્રિય રહીને પોતાના આચરણ મારફતે તેઓ ટીમ માટે પ્રેરણાનું સ્ત્રોત બને છે.

૨. ધંધા પ્રત્યેની ધગશ

જ્યારે કામમાં આંતરિક ધગશ ભળે છે, ત્યારે ધંધો માત્ર આજીવિકાનું સાધન મટીને એક ‘પેશન’ બની જાય છે. સફળ લીડર માટે તેનો બિઝનેસ માત્ર નફો કરવાનું યંત્ર નથી હોતું, પણ તેના વ્યક્તિત્વની અભિવ્યક્તિ હોય છે. આ ધગશ જ તેને મુશ્કેલ સમયમાં થાક્યા વગર લડવાની શક્તિ આપે છે.

૩. ટીમ મેમ્બરો પ્રત્યે કૃતજ્ઞતા

સફળ ધંધાર્થી પોતાના સ્ટાફને માત્ર કર્મચારી નહીં, પણ વિકાસયાત્રાના સહયાત્રી માને છે. ટીમના પરિશ્રમની કદર કરવી અને તેમના નાનામાં નાના સહયોગ બદલ આભાર માનવાની તેમની સહજતા ટીમમાં વફાદારી અને ઉત્સાહનો સંચાર કરે છે.

૪. અપેક્ષા કરતાં કંઈક વિશેષ આપવું
ગ્રાહકની અપેક્ષાની વાડને ઓળંગીને થોડુંક વધારે આપવાની આદત જ એમની બ્રાન્ડને મહાન બનાવે છે. આ વધારાનું મૂલ્ય - વેલ્યૂ એડીશન - જ માર્કેટમાં સ્પર્ધકો વચ્ચે તેમને તેજસ્વી તારાની જેમ અલગ તારવે છે.

૫. સક્રિય ફોલો-અપ

મોટા જહાજને ચલાવતી વખતે નાનકડું છિદ્ર પણ જોખમી બની શકે. આ સત્યને સમજીને તેઓ આળસ કે વિલંબ સામે સક્રિય ફોલો-અપનું સુરક્ષાકવચ ધારણ કરે છે. તેઓ કોઇ પણ કામ કે પ્રોજેક્ટના અમલીકરણની ડિટેલમાં ઊંડા ઉતરે છે જેથી કોઈ પણ કામ અધૂરું ન રહે અને એ કામ સમયસર સંપન્ન થાય.

૬. નફા પ્રત્યે માનવીય અભિગમ
ધંધાના વિકાસમાં આર્થિક નફો જરૂરી છે, પણ સફળ ધંધાર્થી નફા-નુકસાનના સરવૈયામાં ગ્રાહકના સંતોષ અને સ્મિતને આર્થિક નફાની લગોલગ જ રાખે છે. લાંબાગાળાનું સ્કેલિંગ ગ્રાહકના વિશ્વાસ પર જ ટકેલું હોય છે.

૭. દીર્ઘદ્રષ્ટિ અને જોખમ લેવાની તૈયારી

સ્કેલિંગ-અપ માટે વર્તમાનના કમ્ફર્ટ ઝોનને છોડીને અજાણ્યા ભવિષ્યમાં ડગ માંડવાની હિંમત જોઈએ. એક સફળ ધંધાર્થી આવનારા સમયના વર્તારાઓને આજે જોઈ શકે છે અને એ વિઝનને સાકાર કરવા માટે ગણતરીપૂર્વકનું જોખમ લેતાં ડરતા નથી.

૮. પરિવર્તનશીલતા અને અનુકૂલન

ધંધાની વાસ્તવિકતાઓ બદલતી રહે છે, તેથી આગળ વધવા માટે સંજોગો મુજબ ધંધાર્થીએ પણ બદલાવું જરૂરી હોય છે. નિષ્ફળતાને ‘ડેડ-એન્ડ’ માનવાને બદલે તેને શીખવાની પ્રક્રિયા ગણીને ફરી બેઠા થવાની અને પોતાની સ્ટ્રેટેજીમાં જરૂરત અનુસાર બદલાવ લાવવાની ક્ષમતા જ સ્કેલિંગનું અસલી ઈંધણ હોય છે.

આ આઠ સૂત્રો સફળ ધંધાર્થીની કાર્યશૈલીમાં વણાઈ ગયેલાં હોય છે, જેને કારણે તેમનો નાનકડો ધંધો વિરાટ વટવૃક્ષ બની જતો હોય છે. શ્રેષ્ઠતા અને અતૂટ સમર્પણની પરાકાષ્ઠા એમની સફળતામાં પરિવર્તિત થતી હોય છે.

તમારા ધંધાના વિકાસ માટે કંઇક નવું જાણવા-શીખવા માટે અઠવાડિયામાં એક કલાક આપી શકો?”સંજય શાહ સાથે ધંધાની વાત” પોડકાસ્ટ.એપિસો...
02/11/2025

તમારા ધંધાના વિકાસ માટે કંઇક નવું જાણવા-શીખવા માટે અઠવાડિયામાં એક કલાક આપી શકો?

”સંજય શાહ સાથે ધંધાની વાત” પોડકાસ્ટ.
એપિસોડ -૨ઃ

રવિવાર, તા. ૯ નવેમ્બર ૨૦૨૫, સવારે ૯ થી ૧૦.

વધુ વિગત માટે 👇:

ધ્યાનના દુકાળ અને માહિતીના પૂર વચ્ચે તણખલું બનવું છે કે નાવિક?આપણે સૌ માહિતી અને મનોરંજનના એક એવા મહાસાગરમાં આવી પહોંચ્ય...
19/08/2025

ધ્યાનના દુકાળ અને માહિતીના પૂર વચ્ચે તણખલું બનવું છે કે નાવિક?

આપણે સૌ માહિતી અને મનોરંજનના એક એવા મહાસાગરમાં આવી પહોંચ્યા છીએ, જેની કોઈ સીમા નથી. ઇન્ટરનેટના અફાટ વિશ્વમાં સોશિયલ મીડિયા, પોડકાસ્ટ, વેબસાઇટ્સ અને બ્લોગ્સના અસંખ્ય ટાપુઓ આપણને પોતાની તરફ સતત લલચાવી રહ્યા છે. કોઈ એક જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (પછી એ વોટ્સએપ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે યુ-ટ્યુબ હોય) આપણને કલાકો સુધી પોતાની માયાજાળમાં જકડી રાખવા સક્ષમ છે. આપણી સાથે રોજ એવું બને છે કે કોઈ જરૂરી કામ માટે ફોન હાથમાં લઈએ, એપ ખોલીએ અને પછી સ્ક્રોલિંગની અતલ ગર્તામાં એવા ખોવાઈ જઈએ કે મૂળ કામ જ વિસરાઈ જાય.

વોટ્સએપના અસંખ્ય ગ્રુપ્સમાં આવતી દુનિયાભરની માહિતીના ઢગલા અને બિનજરૂરી ચર્ચાઓ પાછળ કલાકો વેડફી નાખ્યા પછી મનમાં જે પસ્તાવાનો ડંખ અનુભવાય છે, એ આપણામાંથી મોટાભાગના લોકો માટે એક જાણીતો અનુભવ છે.

નેટફ્લીક્સ, એમેઝોન પ્રાઇમ કે અન્ય કોઈ OTT એપ શરૂ કરતાં જ વિકલ્પોની એવી ભૂલભૂલામણી આપણી સામે રચાય છે કે આપણે દિવસો અને મહિનાઓ સુધી 'બિન્જ-વોચિંગ'ના ચક્રવ્યૂહમાં ફસાઇ જઇએ છીએ.

આ બરાબર એવું છે, જાણે કોઈ ભવ્ય બુફેમાં આપણે શરૂઆતની બે-ચાર સામાન્ય વાનગીઓ વધુ પડતી આરોગી લઈએ અને પછી ખબર પડે કે આખા ભોજન સમારંભની સૌથી ઉત્તમ અને આપણી મનપસંદ વાનગી માટે તો પેટમાં જગ્યા જ બચી નથી! આજે કંઇક આવું જ આપણા મન અને મસ્તિષ્ક સાથે નથી થઇ રહ્યું? આપણે સામાન્ય અને બિનજરૂરી કન્ટેન્ટનો એટલો વપરાશ કરી લઈએ છીએ કે ખરેખર મહત્ત્વપૂર્ણ અને જીવન-ઉપયોગી જ્ઞાન અને કામ માટે આપણી માનસિક ક્ષમતા જ બચતી નથી.

આપણા ધ્યાનને વેરવિખેર કરી નાખનારા સાધનોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. અને હવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો જાદુઈ ચિરાગ દરેકના ફોન અને લેપટોપમાં આવી ગયો છે. દરેકના હાથમાં પળવારમાં કન્ટેન્ટ બનાવવાની ફેક્ટરીઓ આવી ગઇ છે. પરિણામે, મૌલિક અને ઊંડાણપૂર્વકની કન્ટેન્ટ કરતાં અનેકગણી વધારે AI-નિર્મિત કન્ટેન્ટનું કીડિયારું ઊભરાયું છે. આવનારા સમયમાં આ પરિસ્થિતિ વધુ વિકટ બનશે એમાં કોઈ શંકા નથી.

આ બધાની સામે, આપણી પાસે સમય સીમિત માત્રામાં છે અને જીવનના પડકારો સતત વિકરાળ રૂપ લઈ રહ્યા છે. આવા સંજોગોમાં, આપણા સીમિત સમયનો મહત્તમ અસરકારક ઉપયોગ થાય એ અનિવાર્ય છે.

આ ધસમસતા પ્રવાહ વચ્ચે આટલું યાદ રાખો:

આજના યુગનું સાચું ચલણ રૂપિયા કે ડોલર નહીં, પણ તમારું ધ્યાન (Attention) છે. તમારી એકાગ્રતાને છીનવી લેવા માટે વિકલ્પોનો જે જળપ્રલય આવ્યો છે, તેની વચ્ચે રહીને જ તમારે તમારું ફોકસ જાળવી રાખવાનું છે. અગણિત વિકલ્પોના આ ઘોડાપૂરમાં તણાઈ જવું ખૂબ સહેલું છે, પણ એ પ્રવાહમાં વહેતાં જતાં અસ્તિત્વ ખોવાઈ જવાનો ભય પણ એટલો જ છે. નદીના પૂરમાં તણાતા તણખલાને કદાચ મફતમાં રોમાંચક રાઈડનો આનંદ મળતો હશે, પણ એની પાસે પોતાની મંઝિલ નક્કી કરવાની કે ત્યાં પહોંચવાની કોઈ સ્વતંત્રતા નથી હોતી. એણે તો બસ, પ્રવાહ જ્યાં લઈ જાય ત્યાં દિશાહીન ફંગોળાવાનું જ હોય છે.

આજે આપણી ચારેબાજુ વીડિયો, ઓડિયો, ઇમેજીસ અને ટેક્ષ્ટના રૂપમાં માનવ અને મશિન નિર્મિત કન્ટેન્ટનું ઘોડાપૂર આવ્યું છે. સાચું ડહાપણ એમાં છે કે આપણે તણખલું બનીને એમાં તણાવાને બદલે, એક કુશળ નાવિક બનીએ. જે પ્રવાહની વચ્ચે રહીને, પોતાને જે જોઈએ છે એટલું જ ગ્રહણ કરે, પોતાની નાવને યોગ્ય દિશામાં હંકારે અને બાકીના પ્રવાહને સાક્ષીભાવે જૂએ.

અને આ બધું કરવા માટે સૌથી પહેલી અને અનિવાર્ય શરત છે: તમારું ધ્યેય સ્પષ્ટ હોવું. જો માણસ પોતાની જિંદગીનો નાવિક બનીને એ નક્કી નહીં કરે કે એણે ક્યાં પહોંચવું છે, તો તણખલું બનીને અર્થહીનતાના અનંત મહાસાગરમાં ગરકાવ થઈ જવું નિશ્ચિત છે.

તો, તમારે તણખલું બનવું છે કે નાવિક?

- Sanjay Shah
SME Business Coach
#જીવનયાત્રા

આપણાં કચ્છી નગરો કથળી રહ્યાં છે. શું આ જ છે કચ્છની પ્રગતિ?છેલ્લા બે મહિના દરમિયાન, કચ્છમાં મારા જન્મસ્થળ માંડવી, તેમજ ભુ...
09/07/2025

આપણાં કચ્છી નગરો કથળી રહ્યાં છે. શું આ જ છે કચ્છની પ્રગતિ?

છેલ્લા બે મહિના દરમિયાન, કચ્છમાં મારા જન્મસ્થળ માંડવી, તેમજ ભુજ અને ભચાઉની મુલાકાત લેવાનો મોકો મળ્યો.

આ નગરોની આ વખતની મુલાકાત મિશ્ર લાગણીઓનો અનુભવ કરાવનારી હતી. આપણી ધીંગી ધરતીની ખમીરવંતી ભાવના અને કચ્છીઓની મીઠાશ હંમેશની જેમ મજબૂત છે, પરંતુ આપણા નગરોનું ભૌતિક સૌંદર્ય ઉપેક્ષાના થર નીચે ઝાંખું પડી રહ્યું છે.

ચાલો સ્પષ્ટ વાત કરીએ. આ નગરોના આંતરિક રસ્તાઓની હાલત અત્યંત દયનીય છે. ફક્ત એમના રિપેરીંગની જ નહીં, પરંતુ સંપૂર્ણ કાયાપલટની જરૂર છે. આ રસ્તાઓ પર ડ્રાઇવિંગ એક જોખમી અને નિરાશાજનક અનુભવ બની ગયો છે જે દરેક રહેવાસીની ધીરજની કસોટી કરે છે.

આપણા આંતરિક રસ્તાઓ અને શેરીઓમાં બીજી એક ઊંડી સમસ્યા ઘર કરી ગઈ છે: સ્વચ્છતાનો વ્યાપક અભાવ. પશુઓનું અનિયંત્રિત ભ્રમણ અને એનાથી થતી ગંદકી જાહેર સ્થળોને રોગચાળાના સંભવિત કેન્દ્રોમાં ફેરવી રહ્યું છે. સફાઇ પ્રત્યેની આપણી નગરપાલિકાઓની ઉદાસીનતા અને આપણી જાગૃતિના અભાવને કારણે આ અનિચ્છનીય પરિસ્થિતિ ઊભી થઈ છે.

આપણે કચ્છીઓ સહનશીલ છીએ. આપણને કઠોર પરિસ્થિતિમાં ટકી રહેવાની શક્તિ મળી છે. આપણે અભાવમાં જીવતાં અને સાદગીમાં આનંદ શોધતા શીખ્યા છીએ. પરંતુ આપણે આ સહનશીલતાને લાચારી ન બનાવી દેવી જોઈએ. પ્રકૃતિ તરફથી મળતા પડકારો એક વાત છે; અને માનવસર્જિત નિષ્ક્રિયતામાંથી જન્મેલા પડકારો તદ્દન અલગ વાત છે.

પ્રગતિનું સાચો માપદંડ ફક્ત આર્થિક સમૃદ્ધિ જ નથી. આપણા દૈનિક જીવનધોરણમાં પણ નક્કર સુધારો થાય તો જ ખરેખરો વિકાસ થયો ગણાય. આજે કચ્છમાં આપણે એક ગંભીર વિરોધાભાસનો સામનો કરી રહ્યા છીએ: ભલે વ્યક્તિગત સમૃદ્ધિ વધી રહી હોય, પરંતુ આપણા સાર્વજનિક સ્થળો ચિંતાજનક રીતે કથળી રહ્યા છે. આ નસીબનો ખેલ નથી; આ તો મહત્ત્વની પ્રાયોરિટીઝ પર આપણું ધ્યાન કેન્દ્રિત કરવામાં આપણને મળેલી નિષ્ફળતાનું સૂચક છે. આ પતનને સ્પષ્ટ ઈરાદા અને નિર્ણાયક, અડગ કાર્યવાહીથી ચોક્કસપણે રોકી અને પલટાવી શકાય છે.

સત્તામાં બેઠેલા લોકો અને સમગ્ર સમાજને એક હૃદયપૂર્વકની અપીલ છે. ચાલો, આપણે આપણી પ્રખ્યાત કચ્છી સહનશક્તિને પરિવર્તનની માંગમાં બદલીએ. ચાલો, ગુજરાતના આ ઘરેણાને ફરીથી ચમકાવીએ. આપણાં નગરો ફક્ત નકશા પરના સ્થાનો નથી; તે જીવંત, ધબકતા અસ્તિત્વ છે, જે હાલમાં વિકાસ માટે સંઘર્ષ કરી રહ્યા છે. ચાલો, આપણે તેમને ફરીથી શ્વાસ લેવામાં મદદ કરીએ.

-સંજય શાહ
SME બિઝનેસ કોચ
https://bit.ly/3GgPW45
#કચ્છ #કચ્છી #માંડવી #ભુજ #ભચાઉ #ગુજરાત #નાગરિક #માળખાકીયસુવિધા

07/05/2025

ધંધામાં અને જીવનમાં સફળતાની ચાવીઃ સતત પ્રયત્ન

ધંધામાં કે જીવનમાં કંઇક હાંસલ કરવા બહુ પ્રયત્નો કરવા છતાં એ ન મળે, એ વખતે યાદ રાખવા જેવુંઃ

જો તમે તમારી પૂરી તાકાતથી પ્રયત્નો કરતા રહેશો, તો તેમાંથી એક ચોક્કસ સફળ થશે. માત્ર તમારે ક્યારેય હાર ન માનવી જોઈએ. દરેક પ્રયત્ન તમને તમારા લક્ષ્યની નજીક લાવે છે. ભલે શરૂઆતમાં નિષ્ફળતા મળે, તમારે ફરીથી પૂરી તાકાતથી પ્રયત્ન કરવો જોઈએ.

વારંવાર દરેક બાબતમાં પૂરી તાકાતથી જોડાવું એ સફળતાની ચાવી છે. ઘણા લોકો એક કે બે પ્રયત્નો પછી છોડી દે છે, પરંતુ જેઓ સતત પ્રયત્ન કરતા રહે છે તેઓ આખરે સફળતાનો સ્વાદ ચાખે જ છે. દરેક નિષ્ફળતા તમને એક નવો પાઠ શીખવે છે અને તમારી વ્યૂહરચનાને સુધારવામાં મદદ કરે છે.

મોટાભાગના લોકોમાં એટલી સહનશક્તિ કે ધીરજ નથી હોતી કે તેઓ વારંવાર નિષ્ફળતાનો સામનો કરી શકે અને ફરીથી પૂરી તાકાતથી પ્રયત્ન કરે. નિષ્ફળતા નિરાશાજનક હોઈ શકે છે, અને ઘણા લોકો હતાશ થઈને પ્રયત્નો છોડી દે છે. આ જ કારણ છે કે સફળતા અમુક લોકો સુધી જ સીમિત રહે છે.

પરંતુ જો તમારામાં એ સહનશક્તિ અને ધીરજ હોય, જો તમે વારંવાર નિષ્ફળ થયા પછી પણ પ્રયત્ન કરતા રહેવાની ક્ષમતા ધરાવતા હો, તો તમે ચોક્કસપણે સફળતારૂપી ઇનામ જીતી લેશો.

તમારી અથાક મહેનત અને હાર ન માનવાની ભાવના તમને અન્ય લોકોથી અલગ પાડશે અને તમને તમારા લક્ષ્ય સુધી પહોંચાડશે.

-સંજય શાહ
SME બિઝનેસ કોચ

Address

Malad-East
Mumbai

Alerts

Be the first to know and let us send you an email when Gujarati Motivational Quotes posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gujarati Motivational Quotes:

Share