Gujarati Ni Mojj

Gujarati Ni Mojj Just Sharing thoughts.

30/03/2026

12/04/2025

તારા નામનો એક શ્વાસ ઉભરાયો છે,
આ દિલમાં બસ તું જ તો સમાઈ છે.

રાતની નીરવતામાં તારી વાતો ગુંજે,
ખામોશી પણ મેં ગળે લગાવી છે.

આંખમાં ઝાંખું નીર બનીને ઝરે છે,
તારા વિના આ જીવન અધૂરું રહ્યું છે.

યાદની ચાંદનીએ મને ઘેરી લીધી છે,
તારું હાસ્ય હજી હૈયે ઝળકાયુ છે.

કેમ દૂરી તારી આ દિલને ચીરી નાખે છે?
દર્દના દરિયામાં મેં જાતને ડૂબાડી રાખી છે.

એક નાનકડી આશ હજી જીવે છે મનમાં,
તું નથી, તોય તું સામે લાગે છે વેદનાને.

ગઝલ આ બસ તારા નામની કરી છે,
શબ્દ શબ્દે તને મારું દિલ બોલાવે છે.

11/04/2025

આંખે ઊંઘ નથી આવતી રોજ,આ દિલ માગે છે હવે તારો સાથ,
મારા ઉજાગરા નો એક ઈલાજ,તકિયા ની જગ્યા એ તારો હાથ.

11/04/2025

શુભ રાત્રી

ક્ષણે ક્ષણે, આનંદ મા રહું છું.
કારણ ખબર નથી.

કારણ જાણી ને શું કરવું છે ?
તમે તથાસ્તુ કહ્યું હશે...

11/04/2025

ઈમાન વેચાય છે અને અપરાધો વેચાય છે,
જેની જેટલી ઊંચી બોલી એટલી શાખ બંધાય છે.

11/04/2025

જેને પણ પૂછું એને જલસા જ છે...

દુનિયા દુખી હોવાની માત્ર અફવા જ છે.…

11/04/2025

મમ્મી , નથી ગમતું શું કરું ?

બાળપણમાં જ્યારે ઘરમાં બેઠા બેઠા કંટાળી જતા ત્યારે સૌ બાળકો આ એક જ વાક્ય બોલીને વડીલોનું માથું ખાતા,
"મમ્મી નથી ગમતું . શું કરું ?"
અસલમાં તો બાળકોને બહાર રમવા જવું હોય અને ભણવું ના હોય એટલે જ આ રીતે મમ્મી નું માથું ખાતા.
મમ્મી પછી કંટાળીને બહાર જવાની permission આપી દેતી...
આજકાલ બધું બદલાઈ ગયું છે. સંજોગ અને ડાયલોગ પણ બદલાઈ ગયા છે. બહાર જવા માટે હવે બાળકો નથી પૂછતા , પણ ઉલટાનું મમ્મીને કહેવું પડે છે ,
"શું આખો દિવસો મોબાઈલ અને લેપટોપ લઈને પડ્યો રહે છે ? માથાનો દુખાવો થઈ જશે, ચશ્મા આવી જાશે... જા બહાર જઈને રમી આવ."
અને પછી બાળકો કમને થોડીવાર માટે બહાર જઈને ફરી પાછા ઘરે આવીને ઓનલાઈન game રમવા બેસી
જાય છે. .....
વખત વખત ની વાત છે ભાઈ !

11/04/2025

"સબંધો પણ ઘણા ટ્રમ્પ જેવા છે, લાગણીઓ ને ટેરિફ મુજબ વાપરે છે."

05/03/2024

Address

Rajkot
360002

Telephone

+919726682549

Website

Alerts

Be the first to know and let us send you an email when Gujarati Ni Mojj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gujarati Ni Mojj:

Share