02/05/2026
સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ પહેલ
સુરત ડાયમંડ બુર્સને વધુ સશક્ત અને સેન્ટ્રલ ટ્રેડ હબ બનાવવા માટે ઉદ્યોગના આગેવાન નાગજીભાઈ સાકરિયા દ્વારા મહત્વપૂર્ણ શરૂઆત કરવામાં આવી છે.
નાગજીભાઈ સાકરિયાની કંપની H.V.K. International Pvt. Ltd. દ્વારા નિર્ણય લેવાયો છે કે:
હવેથી 200 કેરેટથી વધુના તમામ હીરાના પેકેટની ડિલિવરી સુરત ડાયમંડ બુર્સમાંથી જ કરવામાં આવશે, ડીલ ભલે કતારગામ કે અન્ય જગ્યાએ થયેલી હોય.
ઘણા વેપારીઓએ આ પહેલને પૂર્ણ સપોર્ટ આપ્યો છે અને હવે તેઓ પણ મોટા પેકેજની ડિલિવરી SDBમાંથી જ લેવા માટે તૈયારી દર્શાવી છે.