14/01/2026
*ઝાલાવાડના યુવાનો માટે સ્કિલ ડેવલપમેન્ટ અને ઉદ્યોગસાહસિકતાને મળશે નવી દિશા : ઝાલાવાડ ફેડરેશન*
વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ 2026
રાજકોટ ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ – સૌરાષ્ટ્ર કચ્છ ઝોનલનું ભવ્ય ઉદ્ઘાટન *માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે *માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, માન. નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી તેમજ દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ શ્રી મુકેશભાઈ અંબાણી (રિલાયન્સ), શ્રી કરણ અદાણી (અદાણી ગ્રુપ), શ્રી પરાક્રમસિંહ જાડેજા સહિત ઉદ્યોગ જગતના મહારથીઓ* ની ઉપસ્થિતિ રહી હતી.
આ મહત્વપૂર્ણ કાર્યક્રમ દરમિયાન **ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (ZFTI)** ની ટીમ ઉપસ્થિત રહી હતી. ઝાલાવાડના યુવાનોને ઉદ્યોગ ક્ષેત્રે નવી તકો, રોજગારલક્ષી કૌશલ્ય અને ઉદ્યોગસાહસિક દિશા મળે તેવા દ્રષ્ટિવિજન સાથે, ઝાલાવાડના વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાના હેતુસર ZFTI અને સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ (CED), ગુજરાત સરકાર વચ્ચે રણનીતિક ભાગીદારી માટે સમજુતીપત્ર (MoU) કરવામાં આવ્યું.
આ MoUનું વિનિમય વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ 2026 દરમિયાન મારવાડી યુનિવર્સિટી, રાજકોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું. અગ્રણી આગેવાનોની ઉપસ્થિતિમાં MoU પર હસ્તાક્ષર આ પ્રસંગે ZFTIના
સ્થાપક ચેરમેન શ્રી કિશોરસિંહ ઝાલા, પ્રમુખ શ્રી નરેશભાઈ કેલા,
ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ સાવધરીયા, વાઇસ ચેરમેન શ્રી વૈભવ ચોક્સી, જનરલ સેક્રેટરી શ્રી કેકીન ગણાત્રા, વાઇસ પ્રેસિડેન્ટ શ્રિપાલસિંહ રાણા, તથા લીંબડી ઝોનલ ટીમ ઉપસ્થિત રહ્યા હતા. CED તરફથી ડિરેક્ટર ડૉ. નિલ શ્રીમાળી સાથે MoU પર સહી કરવામાં આવી હતી.
વધુમાં ઝાલાવાડ ફ્રેડરેશન ના *પ્રમુખશ્રી નરેશભાઈ કેલા* એ જણાવેલ કે આ MOU યુવાનો માટે રોજગારલક્ષી તાલીમ અને સ્ટાર્ટઅપ પ્રોત્સાહન આ રણનીતિક ભાગીદારી અંતર્ગત રાજ્યના યુવાનોને રોજગારલક્ષી અને ઉદ્યોગલક્ષી બનાવવા માટે અદ્યતન સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ,
ઉદ્યોગસાહસિક તાલીમ, રાજ્ય સરકારની નીતિઓ અનુસાર સંયુક્ત સેમિનાર, વર્કશોપ અને વેબિનાર
આયોજિત કરવામાં આવશે, જેના દ્વારા યુવાનોને સ્ટાર્ટઅપ અને સ્વરોજગાર તરફ પ્રોત્સાહન મળશે.