15/07/2024
Photo Courtesy: India Today NE
મિત્રો આજે હું તમને વાત કરવા જઈ રહ્યો છે એ પીણા ની જે પાર્લે બિસલેરી કંપની તેની શરૂઆત કરી હતી ગોલ્ડ સ્પોર્ટ અને સીટ્રા.
લગભગ 80 ના દાયકામાં અને ૯૦ ના દાયકા ની શરૂઆતમાં એ આ બે ઠંડા પીણા ખૂબ જ ચાલતા.
કોઈ સારો મુવી હોય કે પછી રમતવીરો હોય કે કોઈ જાહેરાત હોય તેઓ ગોલ્ડ સપોર્ટ પીતા દેખાતા.
કદાચ ઘણા ઓછા લોકોને ખબર હશે કે 1993માં પાર્લે બિસલેરી કંપનીએ તેની આ બધી પ્રોડક્ટ કોકો કલા કંપનીને વેચી દીધી અને કોકોકોલ આવે તેનું નવું નામ ગોલ્ડ સપોર્ટ નું નામ ફેન્ટા અને સીટ્રાનું નામ સ્પ્રાઇટ જાહેર કર્યું.
ભલે કદાચ સ્વાદ એક સરખો હોય પણ જે ગોલ્ડ સપોર્ટ અને સીટ્રા હતા તેની સાથે આપણી કંઈ ને કંઈ યાદગીરી છુપાયેલી હતી.
આજના બાળકને પેપ્સી કે કોકોકોલામાં ભલે નવાઈ નથી પણ 80 કે 90 ના દાયકામાં ગોલ્ડ સપોર્ટ કે સીટ્રા પીણું પીવાની નવાઈ જ હતી.
મિત્રો કદાચ આજે ઘણાને ઠંડા પીણામાં સ્ટ્રો નાખીને પીવાની નવાઈ લાગતી હશે પણ તે જમાનામાં તો સ્ટ્રો નાખીને પીણું પીવું વૈભવી ગણાતું.
મને ખબર છે કે જે સમય જતો રહ્યો છે એ કદી પાછો આવવાનો નથી પણ ગોલ્ડ સપોર્ટ અને સીટ્રા ની યાદ હરહંમેશ સાથે જ રહેશે.